Junagadh News:ગુજરાતના પ્રસિદ્ધ તીર્થસ્થળ ગિરનાર પર આવેલા મા અંબાજી મંદિરમાં દારૂ અને ચિકનની પાર્ટીના (Liquor Chicken Party) વાયરલ વીડિયોને લઈને મોટો વિવાદ થયો છે. આ પવિત્ર સ્થળના ભંડારામાં આવી અનુચિત પ્રવૃત્તિની ફરિયાદ મળતા જ જિલ્લા વહીવટી તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી છે. મંદિર સાથે જોડાયેલા 11 વ્યક્તિઓ, જેમાં પૂજારીઓ પણ સામેલ છે,જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે અને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે.

ગિરનાર પર્વત પર સ્થિત મા અંબાજી (અંબિકા) મંદિર એક પ્રાચીન શક્તિપીઠ તરીકે ઓળખાય છે, જ્યાં લાખો ભક્તો દર વર્ષે દર્શન માટે આવે છે. મંદિરના ભંડારામાં, જ્યાં સામાન્ય રીતે પ્રસાદ અને ધાર્મિક વસ્તુઓનું વિતરણ થાય છે, ત્યાં દારૂની બોટલો અને ચિકનના વ્યંજનો સાથે પાર્ટીનું (Liquor Chicken Party) આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તંત્રને ફરિયાદ મળી હતી. વીડિયોમાં મંદિર સાથે જોડાયેલા કેટલાક વ્યક્તિઓ જોવા મળે છે, જેમાં પૂજારીઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું.

પવિત્ર મંદિરમાં દારૂ અને ચિકનની પાર્ટી (Liquor Chicken Party)
આ વીડિયોની તપાસ કરતા તંત્રને જાણવા મળ્યું કે આ પાર્ટી (Liquor Chicken Party) મંદિરના પરિસરમાં જ યોજાઈ હતી, જે ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.ગુજરાતમાં દારૂનું વેચાણ અને વપરાશ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, અને આવા પવિત્ર સ્થળ પર આવી પ્રવૃત્તિ વધુ ગંભીર માનવામાં આવે છે. તંત્રના અધિકારીઓએ સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને વધુ વિગતો મેળવી છે, જેમાં આરોપીઓની ઓળખ કરવામાં આવી છે.
જુનાગઢ શહેરના મામલતદાર, જેઓ વર્તમાનમાં મંદિરના વહીવટદાર તરીકે કાર્યરત છે, દ્વારા આ ઘટના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. મંદિરના મહંત તનસુખગીરીના બ્રહ્મલીન થયા બાદથી મંદિરનું વહીવટ રાજ્ય સરકારના હસ્તક છે. મામલતદારે પૂજારીઓ સહિત 11 વ્યક્તિઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને નવા બે પૂજારીઓની નિમણૂક કરી છે, જેથી મંદિરની ધાર્મિક વિધિઓમાં કોઈ વિક્ષેપ ન આવે.
આ ઉપરાંત, તંત્રે વધુ તપાસ માટે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓનું વિશ્લેષણ શરૂ કર્યું છે. જો આમાં વધુ વ્યક્તિઓ સામેલ હશે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં દારૂબંધીના કાયદા હેઠળ આવી પ્રવૃત્તિઓ માટે દંડ અને જેલની સજા પણ થઈ શકે છે.
આ પણ વાંચો:અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો માણવા જવું છે, તમામ આયોજન જાણો એક ક્લિક પર
આ પણ વાંચો:અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, જાનહાનિ ટળી
આ પણ વાંચો:યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ પૂરજોશમાં
