Ahmedabad News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકાની મતદાર યાદી (Voter list) સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. સાથે જ 72 નગરપાલિકાઓ તેમજ 42 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતદાર યાદી (Voter list) પણ જાહેર કરવામાં આવી છે.
Voter list જાહેર
આ પગલાંને લઈને સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે રાજ્યમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે. મતદાર યાદી (Voter list) જાહેર થતા રાજકીય પક્ષોએ પણ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે.

ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ મતદારોને પોતાની વિગતો ચકાસવા અને જો કોઈ ભૂલ હોય તો સુધારા માટે તક આપવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા વધુ મજબૂત બની છે.
રાજ્યના રાજકીય વર્તુળોમાં હવે ચર્ચા છે કે ગમે ત્યારે ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ શકે છે. પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી, પ્રચારની વ્યૂહરચના અને સંગઠન મજબૂત કરવાની કામગીરી ઝડપી બની ગઈ છે. આગામી દિવસોમાં ચૂંટણીની તારીખો જાહેર થતા રાજ્યમાં રાજકીય ગરમાવો વધુ વધવાની શક્યતા છે.
આ પણ વાંચો:કચ્છ મતદાર યાદીમાં મોટો ફેરફાર: 1.94 લાખ નામ ઘટ્યાં, કુલ 14.76 લાખ મતદારો
આ પણ વાંચો:ગુજરાત SIR બાદ અંતિમ મતદાર યાદી જાહેર, 68 લાખ નામ કમી, 9.56 લાખ નવા મતદારો ઉમેરાયા
આ પણ વાંચો:રાજકોટમાં SIR બાદ 2.95 લાખ મતદારોના નામ રદ, મતદાર યાદીમાં મોટો ફેરફાર
