Lifestyle: શરીરમાં લીવર (Liver) રાસાયણિક કારખાના જેવું કાર્ય કરે છે જે પોષક તત્વોને તોડે છે અને લોહીમાં મળી આવનારા વિષાર્ધ પદાર્થો (Toxins)ને ગાળીને બહાર કાઢી નાખે છે. પરંતુ, કેટલીક વસ્તુઓ લીવરના સ્વાસ્થ્ય માટે જરા પણ સારી નથી હોતી જેમાં તેલ, ઘી અને ચીકણા પદાર્થો સૌથી ઉપરના ક્રમે છે.
પણ શું તમે જાણો છો કે, ખાંડ (Sugar) લીવરને અત્યંત નુકસાન પહોંચાડે છે? એનો ઉત્તર છે હા…વધારેપડતા ખાંડના સેવનથી ફેટી લીવર અને લીવર સિરોસિસ (Fatty Liver & Liver Cirrhosis)નું જોખમ વધે છે. તો ચાલો હવે જાણીએ કે, ગળ્યા પદાર્થો લિવર પર શું અસર કરે છે? લિવર ખાંડ અને ગ્લુકોઝને શી રીતે પચાવે છે અને વધારે ગળ્યું ખાવાને કારણે લીવર (યકૃત) પર શી અસરો થાય છે?

વધારે ખાંડ કે મીઠું ખાતા હોવાના લક્ષણો
1. ભરપૂર ઊંઘ લીધા બાદ પણ આખો દિવસ થાક મહેસૂસ થવો
2. પેટના ઉપરના ભાગે પીડા અથવા તો સોજો લાગવો
3. કોઇ પણ કારણ વિના અચાનક પેટની આસપાસ સ્થૂળતા વધવી

4. ધેરા રંગનું સંડાસ (સ્ટૂલ) થવું અને ત્વચામાં પીળાશ જણાવી
5. ખાંડના બંધાણી થઇ જવું અને કશુંક ને કશુંક ગળ્યું ખાવાનું મન થયા કરવું
વધુપડતું ગળ્યું ખાવાથી લિવર (Liver) પર થતી આડઅસરો
જ્યારે તમે ખાંડ અથવા વધારેપડતું ગળ્યું ખાઓ છો ત્યારે પાચન તંત્ર એને બે મુખ્ય ઘટકોમાં વિઘટિત કરી દે છે…જેમાં પ્રથમ છે ગ્લુકોઝ (Glucose), જેનાથી શરીરને એનર્જી મળે છે અને કોશિકાઓ ફ્યુઅલના સ્વરુપમાં એનો ઉપયોગ કરે છે….જ્યારે બીજું છે ફ્રુક્ટોઝ (Fructose), જે ફળો, મધ અને પ્રોસેસ્ડ ફૂડ (Processed Food)માંથી પ્રાપ્ત થાય છે.
આ એક પ્રકારની શુગર હોય છે જેનું પ્રોસેસિંગ લીવર દ્વારા થાય છે પણ તમે જ્યારે પણ વધુપડતી માત્રામાં ખાંડ અથવા અન્ય ગળ્યા પદાર્થોનું સેવન કરવા લાગો છો ત્યારે લીવર પર દબાણ પડે છે અને લીવર ગ્લુકોઝને ફેટ (Fat)માં પરિવર્તિત કરવાનું શરુ કરી દે છે!

વધારે મીઠું કે ખાંડ ખાવાથી લીવરને થતા નુકસાન
1. લીવરમાં ફેટ જમા થાય
જ્યારે પણ લીવરમાં ગ્લુકોઝની માત્રા વધી જાય છે ત્યારે એ ફેટમાં પરિવર્તિત થઇ જાય છે, જે લીવર કોશિકાઓમાં જમા થવા લાગે છે અને લાંબા સમયે, નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગ (Non-Alcoholic Fatty Liver Disease)નું જોખમ વધી જાય છે. લીવરમાં ફેટ વધવાના કારણે સોજો આવવા લાગે છે.
2. ઈન્સ્યુલિન પ્રતિરોધકતા
જ્યારે પણ લીવરમાં હાઈ શુગર થઇ જાય ત્યારે ઇન્સ્યુલિનનો પ્રતિરોધ (Insulin Resistance) કરવાનું શરુ કરી દે છે. આ બ્લડ શુગરને નિયમિત બનાવનારો હોર્મોન છે અને એનાથી ટાઇપ 2 ડાયાબિટીસ (Type 2 Diabetes)નું જોખમ વધી જાય છે અને એ લીવરના સ્વાસ્થ્યને પણ બગાડી શકે છે.

3. લીવરમાં ઈજા અને સોજો
વધારે ખાંડનું સેવન કરવાથી લાંબા ગાળે લીવરમાં સોજો આવી શકે છે અને ઘણી વાર તો એમાં ઘા પણ સર્જાઇ શકે છે. ગંભીર કિસ્સાઓમાં લિવર સિરોસિસ પણ થઇ શકે છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: યુવાનીમાં હાડકાને જકડાતા અટકાવો, વૃદ્ધ થતા ચાલી પણ નહીં શકો
આ પણ વાંચો: કિડની ખરાબ થઈ રહી છે તમારી! આ 6 લક્ષણો પરથી જાણો
આ પણ વાંચો: ઇસબગુલ ફક્ત ઉનાળામાં જ કેમ ખાવું જોઈએ? જાણી લો ખાવાની સાચી રીત
