Gandhinagar News: માધવપુર ઘેડ મેળા (Madhavpur Mela 2026)માં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતના 650 થી વધુ ખેલાડીઓ આ બીચ ફેસ્ટિવલમાં જોડાશે.
ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગ (Shree Krishna & Rukmini Vivah)ની સાંસ્કૃતિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ રમતોનો આનંદ માણી શકે તે હેતુસર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ (Beach Sports Festival)નું આયોજન કરવામાં આવ્યું છે.

માધવપુર ઘેડ મેળા (Madhavpur Mela 2026)માં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (Sports Authority of Gujarat) તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર (Porbandar) દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારે તા. 27-03-2026 થી તા. 30-03-2026 દરમિયાન, બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 650થી વધુ ખેલાડીઓ (Players) આ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવી રહ્યા છે.
આ ફેસ્ટિવલ અંતર્ગત બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ, નાળીયેલ ફેંક તેમજ પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ તડામાર ગતિએ ચાલી રહી છે.
આ પણ વાંચો: 5 દિવસનો માધવપુરનો મેળો આવતીકાલથી શરુ થશે , 8 એપ્રિલે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીજીના યોજાશે લગ્ન
આ પણ વાંચો: માધવપુરનો મેળો એ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
