Kheda News/ ખેડા-અમદાવાદ હાઈવે પર કરૂણ અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોનાં મોત

ખેડા-અમદાવાદ હાઈવે પર કરૂણ અકસ્માત (Accident),એક જ પરિવારના પિતા અને બે પુત્રોના મોત થતા શોકની લાગણી છવાઈ ગઈ…

Top Stories Gujarat Others Breaking News
દુકાનથી ઘરે ફરતા સમયે Accident, એક જ પરિવારના ત્રણ મોત

Kheda News: ખેડા-અમદાવાદ હાઈવે પર વડાલા નજીક થયેલા ભયાનક માર્ગ અકસ્માત (Accident)માં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત નિપજતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ ઘટનાથી શાહ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

દુકાન બંધ કરીને ઘરે જતા સમયે Accident

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં વસવાટ કરતો અને મૂળ તારાપુર (આણંદ)નો શાહ પરિવાર લીંબાસી ગામમાં કપડાંની દુકાન ચલાવે છે. ગત દિવસે પિતા અને બે ભાઈઓ દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે વડાલા પાટિયા નજીક આવેલા ગેસ પ્લાન્ટ પાસે તેમની સાથે અકસ્માત (Accident) સર્જાયો હતો.

ત્રણેયના મોતથી પરિવાર પર આફત

આ અકસ્માત (Accident)માં નવલ મણીભાઈ શાહ (ઉ.વ. 67), જય નવલભાઈ શાહ (ઉ.વ. 34), જીગ્નેશ નવલભાઈ શાહ (ઉ.વ. 34) ના મોત નિપજ્યા છે.

જય શાહનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતા અને ભાઈને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલથી અમદાવાદ લઈ જતાં માર્ગમાં તેમનું પણ મૃત્યુ થયું હતું. વડાલા ગેસ પ્લાન્ટ નજીકનો વિસ્તાર અકસ્માતપ્રવણ તરીકે ઓળખાય છે. અહીં અગાઉ પણ અનેક અકસ્માતો બન્યા હોવાના અહેવાલો છે.

પોલીસ અને 108ની કાર્યવાહી

અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ ચાલી રહ્યો છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના એકસાથે મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


આ પણ વાંચો:ધોરાજીમાં ભયાનક બસ અકસ્માત, 25માંથી 19 મુસાફરો ઘાયલ, અનેકની હાલત ગંભીર

આ પણ વાંચો:વાડજમાં ટેન્કરના અકસ્માતમાં 7 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો:વડોદરાના માંજલપુરમાં ગમખ્વાર અકસ્માત, સગીરનું મોત