uttarpradesh news/ રાકેશ ટિકૈતની ધરપકડ બાદ પશ્ચિમ યુપીમાં તણાવ

Uttarpradesh News : ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત(Rakesh Tikaits)ની ઓડિશામાં ધરપકડ થતાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે તણાવ ફાટી નીકળ્યો છે. સોમવારે સાંજે ધરપકડની પુષ્ટિ થતાં જ BKU કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને મેરઠથી મુઝફ્ફરનગર સુધી વિરોધ પ્રદર્શન શરૂ થયું. Rakesh Tikaits ઓડિશામાં યોજાયેલી એક વિશાળ ખેડૂત પંચાયતમાં ભાગ લેવા ગયા હતા   અહેવાલો મુજબ, […]

India
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત(Rakesh Tikaits)ની ઓડિશામાં ધરપકડ થતાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે તણાવ ફાટી નીકળ્યો છે.

Uttarpradesh News : ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત(Rakesh Tikaits)ની ઓડિશામાં ધરપકડ થતાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે તણાવ ફાટી નીકળ્યો છે. સોમવારે સાંજે ધરપકડની પુષ્ટિ થતાં જ BKU કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને મેરઠથી મુઝફ્ફરનગર સુધી વિરોધ પ્રદર્શન શરૂ થયું.

Rakesh Tikaits ઓડિશામાં યોજાયેલી એક વિશાળ ખેડૂત પંચાયતમાં ભાગ લેવા ગયા હતા

 

અહેવાલો મુજબ, ટિકૈત ઓડિશામાં યોજાયેલી એક વિશાળ ખેડૂત પંચાયતમાં ભાગ લેવા ગયા હતા. ખેડૂતોના મુદ્દાઓ પર ચાલી રહેલા વિરોધ દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી. BKUના મુઝફ્ફરનગર જિલ્લા પ્રમુખ નવીન રાઠીએ આ કાર્યવાહીનું સમર્થન ન કરતાં તેને લોકશાહીની હત્યા ગણાવી અને તાત્કાલિક વિરોધની ઘોષણા કરી.

મેરઠ અને બિજનોરમાં ઉગ્ર વિરોધ

મેરઠના મવાના વિસ્તારમાં BKU કાર્યકરોએ CO ઓફિસનો ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ શરૂ કર્યો. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી ટિકૈતને સન્માન સાથે મુક્ત કરવામાં નહીં આવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

બીજી તરફ, બિજનોરમાં જિલ્લા પ્રમુખ સુનીલ પ્રધાનની આગેવાની હેઠળ કાર્યકરોએ શહેર પોલીસ સ્ટેશનમાં જ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. કાર્યકરો જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનો પર એકત્ર થઈ રહ્યા છે અને સરકારનો નિર્ણય પાછો ખેંચાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચેતવણી આપી છે.

પશ્ચિમ યુપીમાં પોલીસ એલર્ટ

રાકેશ ટિકૈતની ધરપકડના સમાચાર બાદ પશ્ચિમ યુપીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર એલર્ટ પર છે. વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ગુજરાતમાં ખેડૂત આંદોલનના મામલે નવો વળાંક, ભારતીય કિસાન સંઘે 12 જાન્યુઆરીનું શક્તિ પ્રદર્શન મોકૂફ રાખ્યું

આ પણ વાંચો : ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન સળગશે, ખેડૂતો કડદા પ્રથા બંધ કરવાની માંગ સાથે ફરી રસ્તા પર ઉતરશે

આ પણ વાંચો : ખેડૂત આંદોલન અંગે ગુપ્તચર એલર્ટને કારણે દિલ્હીની ચિંતા વધી, પાંચ રાજ્યોની પોલીસ….