Sanand News/ સાણંદ બન્યું ગ્લોબલ ટેક હબ, PM મોદીએ ૩૩૦૦ કરોડના ‘કેન્સ સેમિકોન’ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન મોદીએ સાણંદ (Sanand)માં 3300 કરોડના કેન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. અહીં બનેલા પાવર મોડ્યુલ્સ અમેરિકા એક્સપોર્ટ કરવામાં આવશે.

Gujarat Top Stories Others
PM Modi Sanand Kaynes Semicon Plant Inauguration

PM Modi Sanand Kaynes Semicon Plant Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદમાં ‘કેન્સ સેમિકોન’ (Kaynes Semicon) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરીને ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટું ડગલું ભર્યું છે. 3300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ પ્લાન્ટ દ્વારા ભારત હવે વિશ્વની સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનનો મહત્વનો હિસ્સો બની ગયું છે.

Sanand: ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’

પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે સાણંદમાં બનેલા એડવાન્સ્ડ ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ સીધા અમેરિકા એક્સપોર્ટ કરવામાં આવશે. આ ઉત્પાદનોનો પહેલો મોટો બેચ પહેલેથી જ બુક થઈ ગયો છે. તેમણે ગર્વ સાથે કહ્યું કે એક ભારતીય કંપની સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગમાં આટલી ઝડપથી આગળ વધી તે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. વધુમાં તેમણે મિશન મોડમાં થઈ રહેલા કામનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, 28 ફેબ્રુઆરીએ માઈક્રોન અને આજે 31 માર્ચે કેન્સ ટેકનોલોજીના પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ થવું એ ભારતની અદભુત ગતિનો પુરાવો છે.

ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન

પીએમ મોદીએ વર્ષ 2021માં શરૂ થયેલા ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ને ભારતનો આત્મવિશ્વાસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ માત્ર એક પોલિસી નથી, પરંતુ ભારતની આવનારી પેઢીઓ માટે એક મજબૂત પાયો છે. આ સાથે જ તેમણે ખનિજોમાં આત્મનિર્ભરતા માટે માઈનિંગ અને પ્રોડક્શન પર ભાર મૂકતા ‘નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન’ સહિત અનેક મહત્વની જાહેરાતો પણ કરી હતી. આ ઉપરાંત, ખનિજોના રિસાયક્લિંગ માટે 1500 કરોડ રૂપિયાની નવી સ્કીમ શરૂ કરવામાં આવી છે અને ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ તેમજ કેરળ જેવા દરિયાકાંઠાના રાજ્યોને જોડીને ખનિજોનું એક મજબૂત નેટવર્ક તૈયાર કરવા માટે ‘રેયર અર્થ કોરિડોર’ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

30-40 વર્ષ પહેલા કામ શરૂ થયું હોત તો..

પીએમ મોદીએ અગાઉની સરકારો પર નિશાન સાધતા કહ્યું કે, જો આ કામ 30-40 વર્ષ પહેલા શરૂ થયું હોત તો આજે ભારત ક્યાંય આગળ હોત. પરંતુ હવે ભારત ‘મિશન મોડ’માં કામ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ દેશ પાસે મિનરલ્સનો પોતાનો ‘નેશનલ રિઝર્વ’ હશે. સાણંદનો આ પ્લાન્ટ માત્ર ચિપ્સ જ નહીં બનાવે, પરંતુ હજારો યુવાનો માટે હાઈ-ટેક રોજગારીની તકો પણ ઊભી કરશે.


આ પણ વાંચો :વડાપ્રધાન મોદી 31 માર્ચે ગુજરાત મુલાકાતે, ₹19,800 કરોડના વિકાસ કામોની ભેટ

આ પણ વાંચો :28 ફેબ્રુઆરીએ પીએમ મોદી ગુજરાત આવશે, સાણંદ સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે

આ પણ વાંચો : સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યોજાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’