Nuclear Family Conflict Management: પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસ, આદર અને પ્રેમની દોરથી બંધાયેલો હોય છે. ઘણીવાર દંપતી વચ્ચેની ગાઢ બોન્ડિંગ જોઈને પરિવારના જ કેટલાક સભ્યો અસુરક્ષિત અનુભવવા લાગે છે અને તેમની વચ્ચે ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને એકલ પરિવારમાં રહેતા કપલ્સ માટે આ સમસ્યા વધુ ગંભીર બને છે. જો તમે પણ આવી સ્થિતિનો સામનો કરી રહ્યા હોવ, તો આ 4 રીતે તમારા સંબંધોને સુરક્ષિત રાખી શકો છો.
એકબીજાથી કંઈ જ ન છુપાવો (પારદર્શક બનો)
સંબંધમાં જ્યારે ત્રીજી વ્યક્તિ દખલ કરે છે, ત્યારે તે સૌથી પહેલા ગેરસમજનો સહારો લે છે. પતિ-પત્નીએ એકબીજા સાથે સુખ-દુઃખની દરેક વાત શેર કરવી જોઈએ. કોઈપણ વાત છુપાવવી કે જૂઠું બોલવું એ સંબંધમાં તિરાડ પાડી શકે છે. જો તમે એકબીજાના ‘બેસ્ટ ફ્રેન્ડ’ બનીને રહેશો, તો બહારની કોઈ પણ વ્યક્તિ તમને ભડકાવી શકશે નહીં.
Familyના ઝઘડામાં બહારના લોકોને ભાગીદાર ન બનાવો
જ્યારે પણ પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થાય, ત્યારે તરત જ ફોન કરીને પોતાના પિયર કે સાસરી પક્ષમાં એકબીજાની બુરાઈ કરવાનું ટાળો. ગુસ્સામાં તમે જે વાતો કરો છો, તે તમારા પરિવારજનોને (Family) તમારા પાર્ટનર પ્રત્યે નકારાત્મક બનાવી દે છે. યાદ રાખો કે તમારો ઝઘડો થોડા સમયનો હશે, પણ પરિવારના (Family) મનમાં બેસી ગયેલી કડવાશ કાયમી બની શકે છે. તમારા પ્રશ્નો જાતે જ ઉકેલવાનો આગ્રહ રાખો.
પાર્ટનરના સન્માન માટે અવાજ ઉઠાવો
ઘણીવાર સંબંધીઓ કે મિત્રો તમારી સામે જ તમારા લાઈફ પાર્ટનરની ચુગલી કે નિંદા કરતા હોય છે. આવા સમયે ચૂપ રહેવાને બદલે મક્કમતાથી તેનો વિરોધ કરો. જ્યારે તમારા પરિવારજનો (Family) જોશે કે તમે તમારા પાર્ટનરનું સન્માન કરો છો અને તેમની વિરુદ્ધ કશું જ સાંભળવા તૈયાર નથી, ત્યારે તેઓ ક્યારેય તમારા સંબંધોમાં વિલન બનવાની હિંમત નહીં કરે.
દરેક નિર્ણયમાં એકબીજાની સલાહ લો
પતિ-પત્ની એ જીવનરૂપી ગાડીના બે પૈડાં છે. ઘરના નાના કે મોટા કોઈપણ નિર્ણયમાં એકબીજાની સંમતિ હોવી જરૂરી છે. ભલે તમે સોશિયલ મીડિયા કે ફોન દ્વારા અનેક લોકો સાથે જોડાયેલા હોવ અને બધાની સલાહ લો, પણ આખરી નિર્ણય હંમેશા તમારા પાર્ટનરની સલાહ લઈને જ કરો. આનાથી એકબીજા પ્રત્યેનો વિશ્વાસ અને મહત્વ વધશે.
આ પણ વાંચો: પરિવારમાં માન-સન્માન વધારવા માટે અપનાવો આ 6 ટિપ્સ, દરેક સભ્ય તમારી વાતને આપશે મહત્વ
આ પણ વાંચો:શું તમારા સંબંધોમાં તણાવ છે? કુદરતના ખોળે વિતાવેલી થોડી ક્ષણો બદલી શકે છે તમારું જીવન
આ પણ વાંચો: પત્નીઓને બાળકો કરતા પતિ તરફથી મળે છે વધુ સ્ટ્રેસ, જાણો આ ચોંકાવનારી સ્ટડીમાં શું થયું જાહેર



