Bhavnagar News/ ભાવનગરમાં ગુનાખોરી બેફામ બની, મંગેતર સામે જ યુવક પર છરીથી હુમલો

ભાવનગરમાં મોડી રાત્રે ફરવા નીકળેલા યુવાન-યુવતી પર બદમાશોએ છરાથી હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. ભાવનગર જેવા સલામત મનાતા આ શહેરમાં આ પ્રકારના હુમલાના લીધે ચિંતાનું વાતાવરણ છે.

Top Stories Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગરમાં ગુનાખોરી બેફામ બની ગઈ લાગે છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંકુશમાં હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ તેનાથી સાવ વિપરીત સ્થિતિ જોવા મળી છે. પહેલી એપ્રિલના રોજ મોડી રાત્રે ભાવનગરના ઇસ્કોન ક્લબની સામે વિક્ટોરિયા પાર્ક પાછળ લૂંટની ઘટના બની હતી.

શહેરના કાલિયાબીડ વિસ્તારમાં શક્તિ મા મંદિર પાસે રહેતા મનદીપ સિંહ દિલીપ સિંહ યાદવ ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ તેની મંગેતર દિશા ડાભી સાથે બાઇક પર નીકળ્યા હતા. તે સમયે, બંને ઇસ્કોન ક્લબથી વિક્ટોરિયા પાર્કની પાછળ સાગવાડી તરફ જતા રસ્તા પર એક વળાંક પર પોતાની બાઇક પાર્ક કરી હતી અને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન, બાઇક પર સવાર બે માણસો છરીઓ લઈને તે વ્યક્તિ પાસે પહોંચ્યા અને તેની પાસે તેનો બધો સામાન સોંપવાની માંગ કરી.

આને લઈને દિલીપસિંહ અને બે બદમાશો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. બદમાશોએ મનદીપ સિંહ પર બે વાર છરા માર્યા હતા, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેઓએ તેનું પાકીટ, દિશાબેનનું પર્સ અને મોબાઇલ ફોન લૂંટી લીધા હતા અને અંદાજે ₹8,000 થી ₹10,000 રોકડા લઈને ભાગી ગયા હતા. દરમિયાન, ઘાયલ મનદીપ સિંહને ગંભીર હાલતમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ઘટનાની માહિતી મળતાં, સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને નિલમબાગ પોલીસના કર્મચારીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા. ઘાયલ યુવક અને યુવતીની પૂછપરછ કર્યા પછી, પોલીસે હુમલાખોરોને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. આ બનાવના પગલે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠ્યા છે.


આ પણ વાંચો: ભાવનગરના વાળુકડ ગામે યુવાનની કરપીણ હત્યા, વીડિયો વાયરલ થતાં ચકચાર

આ પણ વાંચો: મહુવાના તત્કાલીન મામલદાર સામે લાંચનો ગુનો દાખલ

આ પણ વાંચો: ભાવનગરના હિમાલયા મોલમાં હંગામો, ફિલ્મ ટિકિટ મુદ્દે હુમલો કરી જાનથી મારી નાખવાની આપી ધમકી