Gujarat Local Body Elections/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં ઉમેદવારની પસંદગીના નવા નિયમોઃ 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં મળે

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ચૂંટણી સમિતિના નિર્ણયોના લીધે કોકને આનંદ તો કોકને અસંતોષ જેવી સ્થિતિ છે. તેના લીધે કાર્યકરોમાં ખુશહાલી છે તો દિગ્ગજ નેતાઓમાં ચિંતાની લાગણી છે.

Top Stories Gandhinagar Breaking News

Gandhinagar News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર પસંદગીના નવા ધારાધોરણો નક્કી કર્યા છે. ભાજપે ઉમેદવાર પસંદગીના નવા ધારાધોરણો નક્કી કરવાનો નિર્ણય ચૂંટણી સમિતિની બેઠકમાં લેવાયો છે. ભાજપમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવનારાને ટિકિટ નહીં મળે. આ નિયમના કારણે ભાજપમાં અનેક જૂનાજોગીઓ કપાઈ શકે છે. તેના કારણે પક્ષ માટે વર્ષોથી કામ કરતા કાર્યકરોને પણ અન્યાય થઈ શકે છે તેમ માનવામાં આવે છે.

આ ઉપરાંત ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોને પણ ટિકિટ નહીં મળે. તેના કારણે આ હોદ્દા પર ત્રણ-ત્રણ ટર્મથી બિરાજતા કોર્પોરેટરોને અસંતોષ થાય તે સ્વાભાવિક છે. પણ પક્ષના કાર્યકરોને તેનાથી આનંદ થશે, કારણ કે તેના કારણે વધુ લોકોને તક મળશે. આ સિવાય પક્ષે એક અન્ય મહત્વનો નિર્ણય એવો લીધો છે કે એક કુટુંબમાંથી એકને જ ટિકિટ આપવામાં આવશે. પક્ષના કાર્યકરો પક્ષના આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે. તેના કારણે પાયાના સ્તરે પણ કોઈ એક કુટુંબો ટિકિટ મેળવવાની સ્થિતિ પર વર્ચસ્વ જમાવી નહીં શકે. તેથી પાયાના સ્તરથી લોકશાહી અભિગમ જોવા મળશે તેમ પક્ષના કાર્યકરોની ભાવનાનું વધુને વધુ પ્રતિબિંબ પડશે.

મુખ્યમંત્રીના નિવાસ્થાને મળેલી બેઠકમાં આ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ માપદંડને બાદ કરતાં બાકીના જૂના માપદંડ યથાવત્ રાખવામાં આવ્યા છે. ચૂંટણી સમિતિએ લીધેલા નવા નિર્ણયોના લીધે ભાજપના અનેક દિગ્ગજોના પત્તા કપાઈ શકે છે. આને લઈને અસંતોષ પેદા થાય અને ભડકો થાય તો પણ આશ્ચર્ય નહી થાય. ચૂંટણી સમયની આ કાયમની કવાયત હોય છે. તેમા પછી નારાજ થયેલાઓને માનવી પણ લેવામાં આવે છે. જો કે ચૂંટણી સમિતિના આ નિર્ણયના પગલે રાજકારણમાં ગરમાવો આવી જ ગયો છે.


આ પણ વાંચો: સુરત મનપાની ચૂંટણીને લઈને ભાજપમાં જબરદસ્ત ધમધમાટ

આ પણ વાંચો: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં શરૂ થઈ સેન્સ મેળવવાની પ્રક્રિયા

આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતઃ 26 એપ્રિલે મતદાન, 28એ મતગણતરી