Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Business News/ હવે મોબાઈલની જેમ જ ‘પોર્ટ’ થશે બેંક એકાઉન્ટ! નંબર એ જ રહેશે પણ બેંક બદલાશે

RBI હવે બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટી પર કામ કરી રહી છે. હવે ગ્રાહકો એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેંક બદલી શકશે. જાણો આ નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે.

April 4, 2026April 4, 2026Kinjal Pradipkumar Patel
Trending Business
Bank Account Portability RBI

Bank Account Portability RBI: જો તમે તમારી બેંકની સેવાથી નારાજ છો અથવા બેંકના વધારાના ચાર્જિસથી પરેશાન છો, તો તમારા માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એક એવી અત્યાધુનિક વ્યવસ્થા પર કામ કરી રહી છે, જેનાથી ગ્રાહકો પોતાનો એકાઉન્ટ નંબર બદલ્યા વગર જ એક બેંકમાંથી બીજી બેંકમાં શિફ્ટ થઈ શકશે. જેમ આપણે મોબાઈલ નંબર પોર્ટ કરાવીએ છીએ, તેમ હવે બેંક ખાતું પણ પોર્ટ કરી શકાશે.

‘પેમેન્ટ્સ વિઝન 2028’ હેઠળ RBIનો મોટો પ્લાન

RBI ની આ મહત્વકાંક્ષી યોજના ‘પેમેન્ટ્સ વિઝન 2028’ નો એક ભાગ છે. આ સિસ્ટમ લાગુ થયા બાદ ગ્રાહકોને પોતાની મરજી મુજબની બેંક પસંદ કરવાની સંપૂર્ણ આઝાદી મળશે. આનાથી બેંકો વચ્ચે ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવાની સ્પર્ધા વધશે, જેનો સીધો ફાયદો સામાન્ય જનતાને થશે.

ડોક્યુમેન્ટ્સ અને ઓટો-પેમેન્ટની ઝંઝટ ખતમ

અત્યારે બેંક બદલવી હોય તો નવું ખાતું ખોલાવવું પડે છે અને જૂના ખાતાની તમામ વિગતો જેવી કે પગાર (Salary) અને પેન્શનની વિગતો, હોમ લોન કે કાર લોનના હપ્તા (EMI), મ્યુચ્યુઅલ ફંડ (SIP) અને વીમા પ્રીમિયમ તેમજ ગેસ સબસિડી અને વીજળી-પાણીના બિલ નવી બેંકમાં અપડેટ કરવા પડે છે. આ પ્રક્રિયામાં ભૂલ થવાની કે પેમેન્ટ અટકવાની શક્યતા રહે છે. પરંતુ નવી સિસ્ટમમાં તમારો એકાઉન્ટ નંબર કાયમી બની જશે અને નવી બેંકમાં જોડાતા જ આ બધી વિગતો આપોઆપ ટ્રાન્સફર થઈ જશે.

કઈ રીતે કામ કરશે આ નવી સિસ્ટમ?

RBI એક એવું સેન્ટ્રલ પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે જ્યાં ગ્રાહકોની તમામ બેંકિંગ વિગતો સુરક્ષિત રહેશે. જ્યારે તમે બેંક પોર્ટ કરાવશો, ત્યારે નવી બેંક તમારા જૂના નંબરને જ પોતાની સિસ્ટમમાં સ્વીકારી લેશે. આનાથી ગ્રાહકોને વારંવાર કેવાયસી (KYC) કરાવવાની કે નવા પેપરવર્કની જરૂર નહીં પડે.

બેંકોની મનમાની પર લાગશે બ્રેક

આ સુવિધા આવતા જ બેંકોની મનમાની બંધ થઈ જશે. જો કોઈ બેંક ગ્રાહકને નબળી સેવા આપશે અથવા બિનજરૂરી ચાર્જ વસૂલશે, તો ગ્રાહક કોઈપણ ખચકાટ વગર પોતાની બેંક બદલી શકશે. આનાથી દેશની બેંકિંગ સિસ્ટમમાં વધુ પારદર્શિતા આવશે અને ડિજિટલ ટ્રાન્જેક્શન વધુ મજબૂત બનશે.


આ પણ વાંચો: જોબ છોડતા જ મળશે સેલેરી, હવે 45 નહીં, ફક્ત 2 દિવસમાં પેમેન્ટ!

આ પણ વાંચો: ભારતના ફોરેક્સ રિઝર્વમાં મોટો ઘટાડો! શું ઈરાન યુદ્ધનો પ્રભાવ?

આ પણ વાંચો: સમગ્ર ભારત કરી રહ્યું છે UPIનો ઉપયોગ, અબજો વ્યવહારોએ તોડી નાખ્યા બધા રેકોર્ડ  

Post navigation

ઈરાને પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યો હોવાના સમાચાર નીકળ્યા ખોટા, અરાઘચીની સ્પષ્ટતા પર ઇશાક ડારે માન્યો આભાર
પેટ્રોલ-ડીઝલ સપ્લાય પર સ્પષ્ટતા, સરકારે લોકોને આપ્યું આશ્વાસન

More Posts

પીએમ મોદી

PM Birthday/ ક્યારેય સલમાન સાથે પતંગ ઉડાવી તો શાહરૂખ-આમિર સાથે સેલ્ફી લીધી, તસવીરોમાં જુઓ બોન્ડિંગ

September 17, 2022September 17, 2022Maya Sindhav

Not Set/ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં આ ટ્રેન્ડ જોવા મળશે કે નહિ ?

December 11, 2018Harshid Patel

લશ્કર-એ-તૈયબા/ સોપોરમાં સુરક્ષાદળો પર થયેલા હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓ પર 10-10 લાખનું ઈનામ જાહેર

June 15, 2021Bhavini vasani

Kashmera Shah Liplock/ નણંદના લગ્નમાં કાશ્મીરા બની રોમાન્ટિક, કરતી જોવા મળી  ‘લિપલોક’

April 24, 2024April 24, 2024Mansi Panara

salman khan/ કોણ છે સલમાન ખાનનો જીવ લેવા માગતા લતુરલાલ ગુર્જર?

June 17, 2024Mansi Panara

તમારા માટે/ પંખા, AC વધુ ચલાવશો તો પણ વીજળીનું બીલ વધુ નહિ આવે, જાણો કેમ

June 15, 2024June 15, 2024Heena Dave

Not Set/ Exclusive: એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા સરિતાએ કરી મંતવ્ય ન્યુઝ સાથે વાતચીત

September 7, 2018September 8, 2018Nirmal Acharya

Not Set/ #રાફેલ ડીલ : કોંગ્રેસે સંભળાવી ટેપ, ગોવાના સીએમ પર્રિકરના બેડરૂમમાં છુપાયેલી છે ગોટાળાની ફાઈલ

January 2, 2019January 2, 2019foram patel
રાકેશ ઝુનઝુનવાલા

Bollywood/ બોલિવૂડના પણ બિગ બુલ હતા રાકેશ ઝુનઝુનવાલા, આ 3 ફિલ્મોમાં કરી ખૂબ કમાણી

August 14, 2022Maya Sindhav
Robot

Tech News/ શું હવે રોબોટ કરશે ઓપરેશન? આવતા 3 વર્ષમાં દુનિયાના ટોપ સર્જનને પણ પાછળ છોડી દેશે રોબોટ-મસ્કનો દાવો

January 13, 2026Kavita Solanki
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy