Patan News: પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે. આના સંદર્ભમાં પાટણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. પાટણ જિલ્લા પંચાયતના 30, પાટણ તાલુકા પંચાયતના 20, ચાણસ્મા તાલુકા પંચાયતના 18, હારીજ તાલુકા પંચાયતના 15, રાધનપુર તાલુકા પંચાયતના 18, સમી તાલુકા પંચાયતના 18, સિદ્ધપુર તાલુકા પંચાયતના 21, સાંતલપુર તાલુકા પંચાયતના 18, સરસ્વતી તાલુકા પંચાયતના 24, શંખેશ્વર તાલુકા પંચાયતના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
















આ ઉપરાંત પાટણ નગરપાલિકાના 11 વોર્ડના 44 ઉમેદવારોની, સિદ્ધપુર નગરપાલિકાના 9 વોર્ડના 36 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જયારે રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર-બેના એક ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, આવતીકાલે (11 એપ્રિલે) ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હોવા છતા ભાજપ-કોંગ્રેસના 17 હજારથી વધુ ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવી છે. બપોર સુધીમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
આ અગાઉ ભાજપે વિરમગામ અને ધોળકા નગરપાલિકાના 72 ઉમેદવારો જાહેર કર્યા છે. સાથે જ વિરમગામ પંચાયતના 20, ધોલેરા તાલુકા પંચાયતમાં 16, બાવળા તાલુકા પંચાયતમાં 18, માંડલ તાલુકા પંચાયતમાં 16, ધંધુકા તાલુકા પંચાયતના 16, ધોળકા તાલુકા પંચાયતમાં 22, દસક્રોઈ તાલુકા પંચાયતમાં 28, દેત્રોજ તાલુકા પંચાયતમાં 16 અને સાંણદ તાલુકા પંચાયતમાં 24 ઉમેદવારો જાહેર કર્યા છે.
