Tech News/ સાયબર ઠગથી બચવા માટે વરદાન છે ‘ચક્ષુ પોર્ટલ’, શંકાસ્પદ કોલ કરનારનો મોબાઈલ જ થઈ જશે બ્લેકલિસ્ટ

ડિજિટલ Fraud અને શંકાસ્પદ કોલ્સથી પરેશાન છો? ભારત સરકારના ચક્ષુ (Chakshu) પોર્ટલ પર શંકાસ્પદ નંબર નોંધાવો અને ગુનેગારોના મોબાઈલ બ્લોક કરાવો. જાણો રિપોર્ટ કરવાની પૂરી પ્રક્રિયા.

Trending Tech & Auto
cyber fraud

Chakshu Portal Summary: આજના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડ (Fraud) અને શંકાસ્પદ ફોન-મેસેજનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ઘણા લોકો ડિજિટલ અરેસ્ટ, નકલી KYC કે કુરિયરના નામે થતી છેતરપિંડીનો શિકાર બને છે. આવા ગુનેગારોને પાઠ ભણાવવા માટે ભારત સરકારે ‘ચક્ષુ પોર્ટલ’ (Chakshu Portal) શરૂ કર્યું છે. આ પ્લેટફોર્મની મદદથી તમે ઘરે બેઠા શંકાસ્પદ નંબરની જાણ કરી શકો છો, જેના પર તંત્ર તુરંત કાર્યવાહી કરશે.

શું છે ચક્ષુ (Chakshu) પોર્ટલ?

ચક્ષુ પોર્ટલ એ ભારત સરકારના ‘સંચાર સાથી’ (Sanchar Saathi) પ્લેટફોર્મનો એક ભાગ છે. તાજેતરમાં રાજસ્થાન પોલીસે પણ આ પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરવા લોકોને અપીલ કરી છે.

નંબર થશે બ્લોક: જો તમે કોઈ શંકાસ્પદ નંબરની (Fraud) અહીં જાણ કરો છો, તો માત્ર તે નંબર જ નહીં, પણ તે મોબાઈલનો IMEI નંબર પણ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. એટલે કે, ગુનેગાર તે ફોનનો ફરી ઉપયોગ કરી શકશે નહીં.

cyber fraud

કેવા પ્રકારના કોલ કે મેસેજની રિપોર્ટ કરી શકાય?

જો તમને નીચે મુજબના કોઈ પણ શંકાસ્પદ વ્યવહાર દેખાય તો તરત જ ચક્ષુ પોર્ટલ પર જાઓ:

ડિજિટલ અરેસ્ટ: પોલીસ કે એજન્સીના નામે ડરાવીને ધરપકડની ધમકી આપતા કોલ્સ.

નકલી KYC: બેંક એકાઉન્ટ કે સિમ કાર્ડ બ્લોક થઈ જશે તેમ કહી KYC અપડેટ કરાવતા મેસેજ.

વિદેશી નંબરો: જો +92 (પાકિસ્તાન), +84 (વિયેતનામ) જેવા ઇન્ટરનેશનલ નંબરો પરથી વારંવાર કોલ કે વોટ્સએપ મેસેજ આવતા હોય.

લોટરી કે નોકરીની લાલચ: નકલી લિંક્સ મોકલીને વ્યક્તિગત વિગતો માંગતા મેસેજ.

કઈ રીતે કરશો સાયબર Fraudનો રિપોર્ટ?

શંકાસ્પદ નંબરની જાણ કરવા માટે તમારે સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે:

વેબસાઇટ: https://sancharsaathi.gov.in/sfc

અહીં જઈને તમારે ફ્રોડની કેટેગરી પસંદ કરી, શંકાસ્પદ નંબર અને તેની વિગત આપવાની રહેશે.

cyber fraud

જો પૈસાની છેતરપિંડી થઈ હોય તો શું કરવું?

યાદ રાખો કે ચક્ષુ પોર્ટલ (Fraud) માત્ર શંકાસ્પદ નંબરની જાણ કરવા માટે છે. જો તમારી સાથે નાણાકીય છેતરપિંડી થઈ ગઈ હોય અને તમે પૈસા ગુમાવ્યા હોય, તો:

તરત જ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો.

અથવા [શંકાસ્પદ લિંક દૂર કરી] પર તમારી ફરિયાદ નોંધાવો.


આ પણ વાંચો: ગૂગલ મેપ્સમાં આવ્યું Gemini AI નું નવું ફીચર, ફોટા-વીડિયો માટે જાતે બનશે કેપ્શન.

આ પણ વાંચો: સિમ વગર ચાલતા WhatsApp-Telegram પર લાગશે રોક! સાયબર ક્રાઈમ રોકવા સરકારનો કડક નિયમ

આ પણ વાંચો: એક લિંક, એક નંબર અને આખું WhatsApp એકાઉન્ટ હેક! CERT-In ની મોટી ચેતવણી