Rajkot News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાગરમ થઈ ગયું છે. રાજકીય ગરમી અને ઉનાળાની ગરમી વચ્ચે જાણે સ્પર્ધા ચાલી રહી છે કે કોણ વધુ ગરમ છે. આ વખતની ચૂંટણીની ખાસિયત એ છે કે આ વખતે ત્રિપાંખિયો જંગ છે. આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્તરે હવે કોંગ્રેસને હટાવીને ગુજરાતમાં નંબર-ટુ બનવા માટે કમર કસી છે. આ માટે તેણે છ હજાર જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યાનો દાવો પક્ષપ્રમુખ ઇસુદાન ગઢવીએ કર્યો છે.
આના જ સંદર્ભમાં રાજકોટમાં યોજાનારી ઉપલેટા ચૂંટણીમાં 18 બેઠક માટે 71 ફોર્મ ભરવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની બેઠકો માટે આ ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણી દરમિયાન 9 ડમી ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યા છે. પાનેલી સીટ પરથી કોંગ્રેસનું મેન્ડેટ આપવામાં ન આવ્યું હોવાથી ઉમેદવારી રદ કરવામાં આવી છે.
ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સહિત કુલ 62 ઉમેદવાર ચૂંટણી લડશે. આમ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ જ આખું ચિત્ર સ્પષ્ટ થશે તેમ મનાય છે. આમ ઉપલેટામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધેસીધો જંગ હોવાનું માનવામાં આવે છે. અહીં તે યાદ રાખવું જરૂરી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા પહેલાં જ શાસક પક્ષ ભાજપ કુલ 150 બેઠકો બિનહરીફ થઈ હોવાથી કબ્જે કરી ચૂક્યું છે. આગામી દિવસોમાં પણ આ રીતે બિનહરીફ કબ્જે કરાયેલી બેઠકો વધે તો પણ આશ્ચર્ય નહીં થાય. આ પહેલા 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 239 બેઠકો બિનહરીફ થઈ હતી.
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના વલસાડ જિલ્લા-તાલુકા પંચાયત અને નપાના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર
