Gujarat Local Body Election 2026/ અમદાવાદમાં વધુ એક પૂર્વ કોર્પોરેટર લોકોના આક્રોશનો ભોગ બન્યા

અમદાવાદમાં જનસેવક હવે જનાક્રોશનો ભોગ બનવા લાગ્યા છે. અમદાવાદમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર કાળુભાઈ ભરવાડ પક્ષનો પ્રચાર કરવા ગયા ત્યારે તેમણે લોકોના આકરા મિજાજનો સામનો કરવો પડ્યો હતો.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં વધુ એક પૂર્વ કોર્પોરેટર લોકોના આક્રોશનો ભોગ બન્યા છે. લાંભાના પૂર્વ કોર્પોરેટર કાળુ ભરવાડનો લોકોએ વિરોધ કર્યો છે. પીવાના પાણીની સમસ્યાને લઈને લોકો એવા વરસી પડ્યા હતા કે કોર્પોરેટર પોતે ચાલતી પકડવી પડી હતી. લોકોનો કોર્પોરેટરને સવાલ હતો કે અમે પાંચ-પાંચ વર્ષથી પીવાના પાણીની સમસ્યા ભોગવીએ છીએ તો તમે ત્યારે ક્યાં હતા. તમે અમારી આ સમસ્યાના ઉકેલ માટે શું કર્યુ, તમે અમારી આ સમસ્યાના મુદ્દે તંત્ર સમક્ષ કેટલી રજૂઆત કરી. અમારા સમર્થનમાં કેટલા ધરણા કર્યા.

આ બધાનો જવાબ આપવામાં પૂર્વ કોર્પોરેટર કાળુ ભરવાડ નિષ્ફળ ગયા હતા. લોકોએ તેમને યાદ અપાવ્યું હતું કે પાણી માટે તેમણે કેવા બ્હાના બતાવ્યા હતા. કાળુ ભરવાડનો આ રીતે લોકોએ ઉધડો લેતા લોકોએ ચાલતી પકડી હતી. લોકોના સવાલોના જવાબ આપવા શાસક પક્ષના પૂર્વ કોર્પોરેટરને ભારે પડી ગયા હતા. લોકોએ તેમને યાદ અપાવ્યું હતું કે પીવાનું પાણી પૂરુ પાડવાને લઈને તમે કેવા બ્હાના બતાવ્યા હતા.

આ સાથે લોકોનો સૌથી પહેલો સવાલ એ હતો કે ચૂંટાયા પછી પાંચ વર્ષ સુધી દેખાયા કેમ નહી. પ્રજાની વચ્ચે રહીને પ્રજાની સુધ કેમ લીધી નહીં. પ્રજાની તકલીફોની કેમ પરવા કરી નહી. તેઓએ પાંચ વર્ષ સુધી પ્રજા કઈ સ્થિતિમાં જીવતી હતી તે જાણવાની પરવા કરી છે ખરી. હવે ચૂંટણી આવતા મોઢું દેખાડવા આવી ગયા. તમને મત માંગવા આવો છો, પરંતુ કયા આધારે માંગવા આવો છો તે જોતાં નથી. લોકોની તમને કોઈ ચિંતા નથી.

અમદાવાદના લાંભામાં ફક્ત ભાજપના કાળુ ભરવાડે જ નહીં વાસણામાં ગુપ્તાનગરમાં મત માંગવા ગયેલા ભાજપના મેહુલ શાહ વગેરે પણ લોકોના સવાલોથી એટલા પરેશાન થઈ ગયા હતા કે તેમણે પ્રચાર પરત મૂકીને પરત જવું પડ્યુ હતુ. આ બતાવે છે કે જ્ કામ થયા ન હોય ત્યાં સ્થાનિક ઉમેદવારે પ્રજાના કેવા આક્રોશનો સામનો કરવો પડે છે. પ્રચાર માટે જનારા ઉમેદવારને પણ ખબર પડે કે લોકોની સ્થિતિ કેવી છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા