Gujarat Local Body Election 2026/ રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ

રાજકોટ ભાજપમાં મનપાની ચૂંટણી સમયે જ ભડકો થયો છે. પક્ષે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલતા બે રાજકીય અગ્રણીઓ ઝગડી પડ્યા હતા.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડઘમ વાગી ગયા છે ત્યારે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેનું તિકડમ તો રોજનું બની ગયું છે. પણ વાત ફક્ત ત્યાં જ પૂરી થતી નથી. પક્ષની અંદર પણ ચૂંટણીને લઈને એટલી ગરમાગરમી છે તે ગરમાગરમી જાહેરમાં જોવા મળી રહી છે. તેમા પણ સૌરાષ્ટ્રમાં શાસક પક્ષનો ગઢ ગણાતા રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી વખતે જ ભાજપમાં બબાલ જોવા મળી છે.

રાજકોટના જિલ્લા પ્રમુખ માધવ દવે અને રમેશ ટીલાળાની હાજરીમાં ડખો થયો છે. રાજકોટમાં પક્ષના આગેવાનોની હાજરીમાં જ ડખો થતાં પક્ષમાં પણ સોંપો પડી ગયો છે. વિરેન્દ્રસિંહ ઝાલા અને નેહલ શુક્લ વચ્ચે તડાફડી થઈ છે. ભાજપે રાજકોટમાં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલતા આ સ્થિતિ જોવા મળી છે. આ ઉમેદવાર બદલતા કાર્યકરો નારાજ થયા છે. તેના કારણે બે અગ્રણીઓ પણ જાહેરમાં બાખડ્યા હતા. આમ બે અગ્રણીઓ જાહેરમાં બાખડતા આખા પક્ષને નીચાજોણું થયું હતું.

તેના લીધે હજી તો 26મીએ ચૂંટણી છે અને તેના પહેલા આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતાં રાજકોટ ભાજપમાં અસંતોષનો ચરુ ઉકળતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ સ્થિતિ જોઈને પક્ષના વરિષ્ઠ નેતાઓએ હાલમાં તો મામલો થાળે પાડ્યો છે, પરંતુ તેની સાથે-સાથે તેમણે અસંતુષ્ટ કાર્યકરોની વાત સાંભળવાનો પણ પ્રારભ કરી દીધો છે. તેઓ ઇચ્છે છે કે ચૂંટણી પ્રચારની અંતિમ તારીખ સુધી બધુ થાળે પડેલું રહે.

જ્યારે શાસક પક્ષની તડાફડી જોઈને વિપક્ષને મજા પડી ગઈ છે. તે ગેલમાં આવી ગયો છે. વિપક્ષનું કહેવું છે કે આ જ રીતે શાસક પક્ષ અંદર રીતે ઝગડતો રહેશે તો પ્રજાના કામો ક્યારે કરશે. તેમનું બધુ અંદર ઝગડવામાં જ પૂરુ થઈ જશે. સામાન્ય પ્રશ્નો ત્યાંના ત્યાં રહેશે. આ લોકો અત્યારે જ ઝગડે છે તો સત્તા મળ્યા પછી પણ આ જ સ્થિતિ રહેશે. પછી બધુ વહેંચવાનો ઝઘડો હશે. આમ ઝઘડો ચાલતો રહેશે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા