Travel News/ સફરજનના બગીચાઓ અને શાંત પહાડો, વેકેશન માટે બેસ્ટ છે આ જગ્યા

હિમાચલ પ્રદેશનું કોટગઢ શહેર ‘ Apple City ઓફ ઇન્ડિયા’ તરીકે ઓળખાય છે. જાણો આ સુંદર હિલ સ્ટેશનનો ઇતિહાસ, સફરજનની ખેતી અને પ્રવાસન માટેની વિગતો.

Trending Tips & Tricks Lifestyle
Apple City

Apple City of India: જો તમે શહેરની ભાગદોડથી દૂર શાંતિની પળો વિતાવવા માંગતા હોવ, તો હિમાચલ પ્રદેશનું કોટગઢ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ‘એપલ સિટી ઓફ ઇન્ડિયા’ તરીકે જાણીતું આ સ્થળ પોતાની પ્રાકૃતિક સુંદરતા, સફરજનના બગીચાઓ અને ઠંડી આબોહવા માટે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે.

કેમ કહેવાય છે ‘Apple City Of India’?

કોટગઢને સફરજનનું શહેર (Apple City) કહેવાનું મુખ્ય કારણ એ છે કે અહીંથી જ ભારતમાં વ્યાવસાયિક સ્તરે સફરજનની ખેતીની શરૂઆત થઈ હતી. 20મી સદીની શરૂઆતમાં અમેરિકન મિશનરી સેમ્યુઅલ સ્ટોક્સે અહીં સફરજનના છોડ વાવ્યા હતા. આજે આ નાનકડો પ્રયોગ હિમાચલની મુખ્ય ઓળખ બની ગયો છે અને અહીંના સફરજન દેશભરમાં પ્રખ્યાત છે.

Apple City

હિમાલયની ગોદમાં અદભૂત નજારો

સમુદ્ર સપાટીથી લગભગ 6,500 ફૂટની ઊંચાઈ પર આવેલું કોટગઢ કુદરતપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. બરફથી ઢંકાયેલી ટેકરીઓ અને લીલાછમ બગીચાઓ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. અહીંની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર સફરજનની ખેતી જ છે. સફરજનની સીઝન દરમિયાન અહીંની રોનક જોવા જેવી હોય છે.

પ્રવાસન અને ઐતિહાસિક મહત્વ

કોટગઢ માત્ર બગીચાઓ માટે જ નહીં, પણ તેની સાંસ્કૃતિક વિરાસત માટે પણ જાણીતું છે. અહીં બ્રિટિશ કાળના જૂના ચર્ચ અને ઐતિહાસિક ઇમારતો આજે પણ અડીખમ છે. મુલાકાત (Apple City) લેવા માટે જુલાઈથી ઓક્ટોબર સુધીનો સમય શ્રેષ્ઠ ગણાય છે, જ્યારે બગીચાઓ લાલચટ્ટક સફરજનથી લદાયેલા હોય છે.

Apple City

કેવી રીતે પહોંચવું?

કોટગઢ પહોંચવા માટે નજીકનું એરપોર્ટ શિમલા (80 કિમી દૂર) છે. ટ્રેન દ્વારા આવતા પ્રવાસીઓ માટે કાલકા સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે, જ્યાંથી ટેક્સી કે બસ દ્વારા સરળતાથી કોટગઢ પહોંચી શકાય છે.


આ પણ વાંચો: હવે મોંઘી હોટલ નહીં પણ ‘માનસિક શાંતિ’ છે ખરી લક્ઝરી, આ સ્થળોએ મળશે અદભૂત આંતરિક સુખ

આ પણ વાંચો:ભારતના આ 6 સ્થળો છે તારાઓ નિહાળવા માટે બેસ્ટ, નરી આંખે દેખાશે આકાશગંગા; જુઓ લિસ્ટ

આ પણ વાંચો: ભારતનું અનોખું મંદિર જે ઈટાલીની મિનારને પણ આપે છે ટક્કર, ગંગા કિનારે આવેલું છે આ રહસ્યમય સ્થાન