Gujarat Local Body Election 2026/ રાજકોટમાં મનપા ચૂંટણીઃ ભાજપનુ સંકલ્પ પત્ર જાહેર

રાજકોટ મનપામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યુ છે. તેમા વિકાસની વણથંભી કૂચ જારી રહેવાનો દાવો કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News:  રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યુ છે. ભાજપના આ સંકલ્પ પત્રમાં રાજકોટના આગામી પાંચ વર્ષમાં કરવામાં આવનારા કામોની ઝાંખી આપવામાં આવી છે. રાજકોટ ચોતરફ વિસ્તરી રહ્યુ છે તેને હજી પણ વિસ્તારવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. રાજકોટની ફરતે બનાવવામાં આવનારા રીંગરોડને લગતા કામકાજ અંગે બનાવવામાં આવ્યું છે.

તેની સાથે આખા રાજકોટમાં પાણીની અને ગટરની જેટલી જૂની લાઇનો થઈ ગઈ છે તે નવી નાખવામાં આવશે. તેની સાથે રાજકોટને નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે તે જણાવવામાં આવ્યું છે. રાજકોટ સુધી પહોંચેલા નર્મદાના નીર હવે આખા જિલ્લામાં પહોંચાડવામાં આવશે તેમ કહેવામાં આવ્યું છે.

પીએમ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને વર્તમાન સરકાર ભુપેન્દ્ર પટેલની આગેવાની આગળ ધપાવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. રાજકોટ મ્યુનિસિપાલિટીમાં વધુને વધુ સ્માર્ટ સ્કૂલો શરૂ કરવામાં આવશે તેમ જણાવાયું છે. રાજકોટમાં વિકાસની વણથંભી વણઝાર જારી રહેશે તેમ કહેવામાં આવ્યું છે. પ્રજાકીય કાર્યક્રમોને વાચા આપવામાં આવશે અને સબ કા સાથ અને સબ કા વિકાસ સૂત્રને અનુસરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

રાજકોટ મશીન ટૂલ્સ ક્ષેત્રે અને ઓટો પાર્ટ્સના મુદ્દે જાણીતું છે. રાજ્યમાં મ્યુનિસિપાલિટી વિસ્તારમાં આ ઉદ્યોગને લઈને અનેક પ્રોત્સાહન અથવા સ્થિતિસ્થાપક સરકારી નીતિઓ જોવા મળશે તેમ જણાવાયું છે. આ ઉદ્યોગોને મજબૂત બનવા માટે રાજ્ય સરકાર તરફથી પણ તેમને વધુને વધુ ઓર્ડરો મળે તથા સહાયતા મળતી રહેશે તેમ જણાવાયું છે.


આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા