Gujarat Local Body Election 2026/ સુરતમાં બારડોલી તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડનું ટૂંકી સારવાર બાદ નિધન

સુરતમાં બારડોલી તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડની ટૂંકી સારવાર દ નિધન થયું છે. સુરતના કોંગ્રેસના ઉમેદવારની તબિયત લથડી હતી.

Top Stories Gujarat

Surat News: સુરતમાં બારડોલી તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડની ટૂંકી સારવાર બાદ નિધન થયું છે. સુરતના કોંગ્રેસના ઉમેદવારની તબિયત લથડી હતી. બારડોલી તાલુકા પંચાયતના ઉમેદવાર ધર્મેશ રાઠોડની તબિયત બે દિવસ પહેલા લથડી હતી. તેમની છેલ્લા બે દિવસથી સારવાર ચાલી રહી હતી. ઉમેદવારનું મોત થતાં અસ્તાન બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.

આમ ગુજરાત વિધાનસભા જેમ ખંડિત થતી રહે છે તેમ હવે સુરતની બારડોલીની પંચાયત પણ બનતા પહેલાં જ ખંડિત થઈ હોવાનું કહે છે. જો કે સુરતમાં તો આમ પણ ભાજપના જ ઉમેદવારોનું પ્રભુત્વ હોય છે, ત્યારે તેને બરોબરની ટક્કર હંમેશા કોંગ્રેસ જ આપતું રહ્યુ છે. તેથી કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતાં આ વખતની બારડોલી ચૂંટણીમાંથી જાણે રસનો કસ ઉડી ગયો છે.

આના પગલે સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Election 2026) બારડોલી તાલુકામાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના છે. ગયા વખતે સુરતતી જ આમ આદમી પાર્ટીએ પગ પેસારો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને 22 બેઠકો જીતીને બધાને ચોંકાવ્યા હતા. જો કે તેના પછી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરો તૂટતા તે અપેક્ષિત દેખાવ કરી શકી નથી.


આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ