Gujarat Local Body Election 2026/ દક્ષિણ ઝોનની 32 બેઠકો પર કટોકટીનો જંગ

OBC, મુસ્લિમ અને બિન-ગુજરાતી મતદારોનું વર્ચસ્વ ધરાવતા આ વિસ્તારોમાં જીત મેળવવી કોઈપણ પક્ષ માટે સરળ નથી—અહીં સાચા અર્થમાં કટોકટીનો જંગ(Battle) જામવાનો છે

Gujarat
OBC, મુસ્લિમ અને બિન-ગુજરાતી મતદારોનું વર્ચસ્વ ધરાવતા આ વિસ્તારોમાં જીત મેળવવી કોઈપણ પક્ષ માટે સરળ નથી—અહીં સાચા અર્થમાં કટોકટીનો જંગ(Battle) જામવાનો છે

Gujarat Local Body Election 2026/ અમદાવાદમાં ભારે રાજકીય રસાકસીનો માહોલ સર્જાઈ રહ્યો છે. AMC ચૂંટણી નજીક આવતાં દક્ષિણ ઝોન(South Zone)ની 32 બેઠકો ફરી એકવાર રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. OBC, મુસ્લિમ અને બિન-ગુજરાતી મતદારોનું વર્ચસ્વ ધરાવતા આ વિસ્તારોમાં જીત મેળવવી કોઈપણ પક્ષ માટે સરળ નથી—અહીં સાચા અર્થમાં કટોકટીનો જંગ(Battle) જામવાનો છે.

OBC, મુસ્લિમ અને બિન-ગુજરાતી મતદારોની ભૂમિકાને લઈને કટોકટીનો જંગ(Battle) જામશે

દક્ષિણ ઝોનના 8 વોર્ડમાં જ્ઞાતિગત સમીકરણો અત્યંત જટિલ છે. મતદારોનો ઝુકાવ જે પક્ષ તરફ રહેશે, તે પક્ષને સીધી જીતનો ફાયદો મળી શકે છે. ખાસ કરીને OBC, મુસ્લિમ અને બિન-ગુજરાતી મતદારોની ભૂમિકા નિર્ણાયક બની રહેવાની છે.

રાજકીય સમીકરણો સાથે સ્થાનિક મુદ્દાઓ પણ આ ચૂંટણીમાં મહત્વ ધરાવે છે. દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં પીરાણા ડમ્પિંગ સાઈટના કારણે થતા પ્રદૂષણથી લોકો પરેશાન છે. ખોખરા-મણિનગરમાં રેલવે બ્રિજના અભાવે ટ્રાફિકની ગંભીર સમસ્યા છે. ઉપરાંત ગટર અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ પણ મતદારોને અસર કરી શકે છે.

વોર્ડ પ્રમાણે નજર કરીએ તો મણિનગર અને ખોખરામાં OBC અને મધ્યમ વર્ગના મતદારોનું પ્રભુત્વ છે. લાંભા અને ઈસનપુરમાં ત્રિપાંખિયો મુકાબલો જોવા મળી શકે છે, જ્યાં ઠાકોર, મુસ્લિમ, પાટીદાર અને વણિક મતદારો મહત્વ ધરાવે છે. દાણીલીમડા અને બહેરામપુરા મુસ્લિમ મતદારોના ગઢ તરીકે જાણીતા છે, જ્યાં કોંગ્રેસ મજબૂત દેખાઈ રહી છે. જ્યારે વટવા અને ઈન્દ્રપુરીમાં OBC સાથે બિન-ગુજરાતી (હિન્દીભાષી) મતદારોનો પ્રભાવ છે, જ્યાં ભાજપનો આધાર મજબૂત માનવામાં આવે છે.

2021ની ચૂંટણીમાં દક્ષિણ ઝોનની 32 બેઠકોમાંથી ભાજપે 23, કોંગ્રેસે 8 અને અપક્ષે 1 બેઠક જીતી હતી. ભાજપનું સંગઠન મજબૂત છે, પરંતુ કોંગ્રેસ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પોતાની પકડ જાળવી રાખી છે.

આ વખતે જો OBC અને બિન-ગુજરાતી મતદારો સ્થાનિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે, તો પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે. કુલ મળીને, દક્ષિણ ઝોનની આ 32 બેઠકો (32 Seats)તમામ પક્ષો માટે એક કઠિન રાજકીય પડકાર અને મહત્વપૂર્ણ કસોટી બની ગઈ છે.


આ પણ વાંચો : કોંગ્રેસના શાસનમાં અમદાવાદ ‘લતીફ’નું, ભાજપના શાસનમાં અમદાવાદ અમદાવાદીઓનુઃ હર્ષ સંઘવી

આ પણ વાંચો : રાજકોટ વોર્ડ-6માં પક્ષપલટો કરનારા દેવુ જાદવ કોંગ્રેસમાંથી મેદાનમાં

આ પણ વાંચો : અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં આ વખતે દક્ષિણ ઝોનમાં શાસક પક્ષ માટે કપરા ચઢાણ