Amreli News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે શાસક પક્ષ ભાજપના પ્રચારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પ્રચાર કરી રહ્યા છે, પરંતુ શાસક પક્ષ જેવો પ્રચાર તો તે પણ કરી રહ્યા નથી આ વાત તેઓ પોતે ખાનગીમાં કબૂલે છે. ભાજપનો આક્રમક પ્રચાર જારી છે. સૌરાષ્ટ્રમાં ભાજપનો આક્રમક રીતે પ્રચાર કરવાની ધુરા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ ઉપાડી છે.
અમરેલીના વડિયામાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયા ગર્જયા હતા. વિકાસના મુદ્દે અરવિંદ વેકરિયાએ વિપક્ષની આકરી ઝાટકણી કાઢી હતી. વડિયાના શિવાજી ચોક ખાતેની જનસભામાં તેમણે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ એક જ કામ કરશે, પરંતુ દાયકાઓ સુધી ગણાવશે, જ્યારે ભાજપ કોંગ્રેસની તુલનાએ ઘણુ બધુ કરે છે, આમ ભાજપ કામ વધારે કરે છે, પરંતુ ઓછું બોલે છે. તેના કારમએ વિપક્ષ પાસે જનતા વચ્ચે જવા માટે કોઈ મુદ્દો જ નથી.
આજે અમુક પાર્ટીના લોકો તેના નેતા સાથે નીકળ્યા હતા. માંડ ગણીને 17 લોકો હતા જે ઢોલનગારા સાથે નીકળ્યા હતા. આપણે ત્યાં આનાથી વધારે ભીડ તો લગનમાં જોવા મળે છે. અમુક લોકો પછી તેમના સાથે જોડાયા છે તે અમારા ધ્યાનમાં છે. ભાજપના શાસનમાં ગુજરાતનો અને દેશનો આખો કાયાકલ્પ થયો છે. કોંગ્રેસ અને વિપક્ષી જોડાણ સત્તાભૂખ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે દાવો કર્યો હતો કે ભાજપના વિકાસના આ રથને કોઈ રોકી શકશે નહી. ભાજપનો વિજય નિશ્ચિત છે. અમે હંમેશા પ્રજાની સાથે રહીએ છીએ. તેના કારણે જ પ્રજા અમને વારંવાર ચૂંટે છે. પ્રજાના પ્રશ્નો અને તકલીફોને સાંભળીએ છીએ અને તેમના નિવારણની દિશામાં આગળ વધીએ છીએ. અમે કંઈ વિપક્ષની જેમ લોકોને ઠાલા આશ્વાસનો આપતા નથી, અમારા પ્રચારઢંઢેરામાં આગળ હોય કે પાછળ હોય તેનો અમલ અમે કરી બતાવીએ છીએ.
