Trump approved Netanyahu’s Iran War Plan: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે અત્યારે જે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે, તેને લઈને અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી જ્હોન કેરીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કેરીના જણાવ્યા મુજબ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ લાંબા સમયથી ઈરાન પર હુમલો કરવા માટે અમેરિકાને મનાવી રહ્યા હતા, પરંતુ ટ્રમ્પ પહેલાના ત્રણ રાષ્ટ્રપતિઓએ આ જોખમી પ્લાનને નકારી કાઢ્યો હતો.
ઓબામા, બુશ અને બાઇડને કેમ પાડી હતી ના?
‘ધ લેટ શો વિથ સ્ટીફન કોલ્બર્ટ’માં વાત કરતા જ્હોન કેરીએ કહ્યું કે, “નેતન્યાહૂએ ઓબામા, બુશ અને બાઇડન ત્રણેય સામે ઈરાન સાથે યુદ્ધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ આ ત્રણેય રાષ્ટ્રપતિઓ સહમત નહોતા. તેમનું માનવું હતું કે જ્યાં સુધી શાંતિના તમામ રસ્તાઓ પૂરેપૂરા અજમાવી ન લેવાય, ત્યાં સુધી યુદ્ધ ન કરવું જોઈએ.” કેરીએ વિયેતનામ અને ઈરાક યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમેરિકી જનતાને છેતરીને તેમના દીકરા-દીકરીઓને યુદ્ધમાં મોકલવા એ મોટી ભૂલ છે.
નેતન્યાહૂએ Trump ને કેવી રીતે મનાવ્યા?
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પ સામે અત્યંત આક્રમક રીતે પોતાની રજૂઆત કરી હતી. 11 ફેબ્રુઆરીના રોજ વ્હાઈટ હાઉસના ‘સિચ્યુએશન રૂમ’માં થયેલી બેઠકમાં નેતન્યાહૂએ ટ્રમ્પને વિશ્વાસ અપાવ્યો હતો કે:
ઈરાનમાં સત્તા પરિવર્તનનો આ જ સાચો સમય છે.
અમેરિકા (Trump) અને ઈઝરાયેલનું સંયુક્ત સૈન્ય અભિયાન ‘ઈસ્લામિક રિપબ્લિક’નો અંત લાવી શકે છે.
આ સાંભળીને ટ્રમ્પે (Trump) તરત જ પ્રતિક્રિયા આપી હતી કે, “મને આ ઠીક લાગે છે,” અને ત્યારબાદ સંયુક્ત હુમલાને લીલી ઝંડી આપી દીધી હતી.
ઈરાનનો પ્રતિભાવ
જ્હોન કેરીના આ નિવેદન બાદ ઈરાનના સરકારી મીડિયા ‘પ્રેસ ટીવી’એ આ વીડિયો ક્લિપ શેર કરી છે. ઈરાનનું કહેવું છે કે નેતન્યાહૂને એવો અંદાજ હતો કે હુમલા બાદ ઈરાનમાં વિદ્રોહ થશે અને સત્તા પલટાઈ જશે, પરંતુ વાસ્તવમાં તેવું કંઈ જ થયું નથી.
આ ખુલાસાથી સ્પષ્ટ થાય છે કે મધ્ય પૂર્વની વર્તમાન સ્થિતિ પાછળ નેતન્યાહૂની વર્ષોની રણનીતિ અને ટ્રમ્પના (Trump) આકસ્મિક નિર્ણયો જવાબદાર છે.
આ પણ વાંચો : નેપાળમાં વિદ્યાર્થી સંગઠનો રસ્તા પર, ભારતથી સામાન લાવવા પર ટેક્સ લાદતા જનતામાં રોષ
આ પણ વાંચો : બાલેન શાહનો નવો નિયમ, ભારતથી 100 રૂપિયાનો સામાન લાવવા પર પણ લાગશે ટેક્સ
આ પણ વાંચો : ભ્રષ્ટાચારના આરોપો બાદ નેપાળના ગૃહ મંત્રીનું રાજીનામું, વડાપ્રધાન બાલેન શાહની મુશ્કેલીઓ વધી
