india news/ ભારત સરકારનો ઐતિહાસિક નિર્ણય, ભારત અને ચીન વચ્ચે 5 વર્ષ બાદ ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ

India અને ચીન વચ્ચેના સંબંધોમાં નરમાશ. 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા શરૂ કરાયા. સીધી ફ્લાઈટ્સ અને કૈલાશ માનસરોવર યાત્રા પણ ફરી શરૂ.

Top Stories NATIONAL India
India China Tourist Visa 2026

India China Tourist Visa 2026: પાંચ વર્ષના લાંબા ગાળા બાદ ભારત અને ચીન વચ્ચેના રાજદ્વારી અને પ્રવાસન સંબંધોમાં એક નવો વળાંક આવ્યો છે. ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેતા ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા આપવાની પ્રક્રિયા ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે પ્રવાસન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી, જે હવે ફરી શરૂ થવા જઈ રહી છે.

India China Tourist Visa 2026

હવે ચીની નાગરિકો ફરી India આવી શકશે

જૂન 2020માં થયેલા સરહદ વિવાદ બાદ ભારતે ચીની નાગરિકો પર વિઝા પ્રતિબંધો લાદ્યા હતા, પરંતુ તાજેતરના મહિનાઓમાં બંને દેશો વચ્ચે થયેલા સફળ પરામર્શ અને સરહદ પર પેટ્રોલિંગના કરારો બાદ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. વિઝાના આ નવા નિયમો મુખ્ય ચીન (Mainland China), હોંગકોંગ અને મકાઉથી આવતા પ્રવાસીઓ પર લાગુ થશે. પ્રક્રિયા મુજબ, પ્રવાસીઓએ ઓનલાઇન ફોર્મ ભરીને ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ વિઝા સેન્ટર પર જમા કરાવવાના રહેશે, જોકે હાલમાં ઈ-વિઝા (e-visa) સુવિધા પેન્ડિંગ છે પરંતુ રેગ્યુલર ટૂરિસ્ટ વિઝા શરૂ કરી દેવામાં આવ્યા છે.

સીધી ફ્લાઈટ્સ અને કૈલાશ યાત્રાનો પ્રારંભ

માત્ર વિઝા જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેની કનેક્ટિવિટી પણ હવે સુધરી રહી છે, જેમાં દિલ્હી-બીજિંગ, કોલકાતા-કુનમિંગ અને શાંઘાઈ વચ્ચે સીધી ફ્લાઈટ સેવાઓ ફરી શરૂ કરી દેવામાં આવી છે. એર ચાઈના અને ઈન્ડિગો જેવી એરલાઈન્સે પણ પોતાની સેવાઓ પુનઃસ્થાપિત કરી દીધી છે. આ સાથે જ શ્રદ્ધાળુઓ માટે સૌથી મોટા સમાચાર એ છે કે લાંબા સમયથી બંધ રહેલી પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રાને પણ ફરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને વર્ષ 2026માં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આર્થિક અને સાંસ્કૃતિક મોરચે મોટો ફાયદો

નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી બંને દેશો વચ્ચે પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. 2019માં લગભગ 3.40 લાખ ચીની પ્રવાસીઓ ભારત આવ્યા હતા. વિઝા શરૂ થવાથી હોટલ, ટ્રાન્સપોર્ટ અને ટૂરિઝમ સેક્ટરને આર્થિક ફાયદો થશે. જોકે, ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિઝા આપતી વખતે સુરક્ષાની ચિંતાઓ અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું કડકાઈથી પાલન કરવામાં આવશે.


આ પણ વાંચો: ટૂરિસ્ટ વિઝા પર લાગ્યો પ્રતિબંધ : હવે કેનેડા ફરવા પણ નહીં જઈ શકાય?

આ પણ વાંચો: વિદેશ જવું છે? વિઝા રિજેક્શનથી બચવા માટે અપનાવો આ ખાસ ટિપ્સ

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં પાછલા દરવાજાથી નો એન્ટ્રી, વિઝામાં આ 6 ફેરફારોને કારણે ભારતીયો ટેન્શનમાં