Travel News/ ટુરીઝમે બગાડી આ સુંદર સ્થળોની હાલત, લિસ્ટમાં ભારતનું પડોશી અને સાત અજાયબીઓ સામેલ

દુનિયાના અનેક પ્રખ્યાત પ્રવાસન સ્થળો ‘ઓવર Tourism’નો શિકાર બન્યા છે. માચુ પીચુથી લઈને ગેમ ઓફ થ્રોન્સ ફેમ ડબરોવનિક સુધીના સ્થળો પર તોળાતા ખતરા અને પ્રતિબંધો વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

Trending Tips & Tricks Lifestyle
Tourism

Over-tourism Impact: જ્યારે કોઈપણ વસ્તુ જરૂરિયાત કરતા વધી જાય ત્યારે તે નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. પ્રવાસન ક્ષેત્રે પણ આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. આજે આપણે દુનિયાના એવા પ્રખ્યાત સ્થળો વિશે જાણીશું, જ્યાં પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને કારણે ત્યાંની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે અને કેટલાક સ્થળો તો હંમેશા માટે બંધ કરી દેવાની નોબત આવી છે.

Tourism

1.ડબરોવનિક, ક્રોએશિયા (Game of Thrones ફેમ)

દક્ષિણ-પૂર્વ યુરોપમાં આવેલા ક્રોએશિયાનું ડબરોવનિક શહેર વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ શહેરની લોકપ્રિયતામાં ત્યારે મોટો ઉછાળો આવ્યો જ્યારે અહીં સુપરહિટ ટેલિવિઝન સિરીઝ ‘ગેમ ઓફ થ્રોન્સ’ (Game of Thrones) નું શૂટિંગ થયું. આ સિરીઝ બાદ અહીં પ્રવાસીઓનો (Tourism) એવો ધસારો વધ્યો કે શહેરની ઐતિહાસિક ઈમારતોને નુકસાન થવા લાગ્યું છે. અહીંની ગલીઓમાં ચાલવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે.

Tourism

2.લેસ્કોક્સ ગુફાઓ, ફ્રાન્સ

દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સમાં આવેલી આ ગુફાઓ તેના 20,000 વર્ષ જૂના ચિત્રો માટે જાણીતી છે. જોકે, આ સ્થળ હવે પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. વધુ પડતા પ્રવાસીઓના આવવાથી, તેમના શ્વાસમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઈડ અને પરસેવાના કારણે આ પ્રાચીન ચિત્રોની ગુણવત્તા બગડવા લાગી હતી. પરિણામે, વર્ષ 1963 માં તેને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું.

Tourism

3.માચુ પીચુ, પેરુ

દક્ષિણ અમેરિકાના એન્ડીઝ પર્વતમાળામાં સ્થિત માચુ પીચુ વિશ્વની સાત અજાયબીઓમાંનું એક છે. આ પ્રાચીન ઈન્કા શહેર એટલું પ્રખ્યાત થઈ ગયું કે અહીં પ્રવાસીઓની ભીડને કારણે જમીન અને માળખા પર દબાણ વધ્યું. પરિણામે, હવે સત્તાવાળાઓએ પ્રવાસીઓની સંખ્યા પર કડક મર્યાદા અને નવા નિયમો લાદવા પડ્યા છે.

Tourism

4.પેટ્રા, જોર્ડન

‘રોઝ સિટી’ તરીકે ઓળખાતું જોર્ડનનું પેટ્રા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. રેતીના પત્થરોમાંથી કોતરેલું આ શહેર દુનિયાની નવી સાત અજાયબીઓમાં સામેલ છે. અહીં પણ પ્રવાસીઓની (Tourism) ભારે ભીડને કારણે પથ્થરો ઘસાવા લાગ્યા છે અને કચરાની સમસ્યાએ આ ઐતિહાસિક સ્થળની સુંદરતાને ઝાંખી પાડી દીધી છે.

Tourism

5.ગાલાપાગોસ આઈલેન્ડ ગ્રુપ, ઈક્વાડોર

પ્રશાંત મહાસાગરમાં આવેલા આ ટાપુઓ પર એવી પ્રજાતિના વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે જે દુનિયામાં બીજે ક્યાંય નથી. દર વર્ષે લાખો પ્રવાસીઓના (Tourism) આગમનને કારણે અહીંની જૈવવિવિધતા પર ગંભીર ખતરો ઊભો થયો છે. પર્યાવરણને બચાવવા માટે હવે અહીં પ્રવાસીઓ માટે અત્યંત કડક નિયમો બનાવવામાં આવ્યા છે.


આ પણ વાંચો:  વાઘની વચ્ચે માણો સુંદર સૂર્યાસ્તનો નજારો, યુપીની આ જગ્યા સામે ગોવા પણ ફિક્કું પડશે

આ પણ વાંચો: ભારતના આ 5 નેશનલ પાર્કમાં માણો બોટ સફારી, મગરના જન્મથી લઈને તરતા વાઘ સુધીનો રોમાંચ

આ પણ વાંચો:  જંગલના રાજા સિંહને નજીકથી જોવા છે? આ 5 નેશનલ પાર્ક છે વન્યજીવ પ્રેમીઓની પહેલી પસંદ