Panchmahal News: પંચમહાલ જિલ્લામાં ગોધરા પર જતા રસ્તા પર થયેલા અકસ્માતમાં ચારના મોત થયા છે. કાર અકસ્માતમાં એક જ કુટુંબના ચાર લોકો મૃત્યુ પામ્યા છે. આ અંગે માનવામાં આવે છે કે કાર પૂરઝડપે જઈ રહી હતી. પંચમહાલ જિલ્લાના કલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે એક ભયાનક અકસ્માત થયો. એક ઝડપી ગતિએ આવતી કારના ચાલકે અચાનક કાબુ ગુમાવ્યો અને ડિવાઈડર કૂદીને હાઇવેની બીજી બાજુ જઈને ખાબકી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો.
જાણવા મળ્યું છે કે આ અકસ્માતમાં ભોગ બનેલા તમામ લોકો વડોદરાના રહેવાસી હતા. ખિંજી પરિવારના સભ્યો રાજસ્થાનથી પરત ફરી રહ્યા હતા ત્યારે કલોલ નજીક આ જીવલેણ અકસ્માત થયો. મૃતકોમાં 55 વર્ષીય સાજીદ ઇકબાલ ખિંજી, 50 વર્ષીય ઇલ્યાસ ઇકબાલ ખિંજી, 48 વર્ષીય ઇશાક ઇકબાલ ખિંજી અને 35 વર્ષીય રેહાન અજગર ખિંજીનો સમાવેશ થાય છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી વડોદરામાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
અકસ્માતના સમાચાર ફેલાતા જ નજીકના વિસ્તારના લોકો અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. કારમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે મૃતદેહોને બહાર કાઢ્યા અને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે કલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા. મૃતકોના સ્વજનોએ હૃદયદ્રાવક રુદન કરતાં હોસ્પિટલ પરિસર શોકથી ભરાઈ ગયું.
પંચમહાલ પોલીસે આ દુ:ખદ અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે એક્સપ્રેસ વે પર કાર ડિવાઈડર સાથે કેવી રીતે અથડાઈ અને અકસ્માત સમયે તેની ગતિ કેટલી હતી તે અંગે તપાસ શરૂ કરી છે. એવું માનવામાં આવે છે કે ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવવાને કારણે આ અકસ્માત થયો હતો.
આ પણ વાંચો: ahmedabad accident/અમદાવાદમાં ઠેર-ઠેર ‘તથ્ય પટેલ’: 24 કલાકમાં ત્રણ અકસ્માતમાં પાંચના મોત, પાંચ કુટુંબ નોંધારા
આ પણ વાંચો: Ahmedabad News/લોદરિયાળમાં પ્રેમીએ કરી વિવાહિત પ્રેમિકા સાથે પુત્રીની હત્યા, પ્રેમીએ કરી આત્મહત્યા
આ પણ વાંચો: Ahmedabad News/સાણંદ તાલુકામાં સામૂહિક આપઘાત: એક જ પરિવારના ત્રણ લોકોના મૃતદેહો મળતા ચકચાર, સુસાઇડ નોટ મળી
