Gujarat Local Body Election 2026/ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષ છોડ્યો

આમ આદમી પાર્ટીમાં ખેડૂત આગેવાન રાજુ કરપડાએ પક્ષ છોડ્યા પછી બીજા ખેડૂત આગેવાન સાગર રબારીએ પક્ષ છોડ્યો છે. તેમણે આમ આદમી પાર્ટીમાં બધા જ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. તેઓ પક્ષમાં પ્રદેશ મહામંત્રી હતા.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: આમ આદમી પાર્ટીમાં આવકાર સમારંભ કરતાં વિદાય સમારંભ વધુને વધુ પ્રમાણમાં ગોઠવાઈ રહ્યા છે. હાલમાં ટોચના સ્તરથી લઈને તળિયાના સ્તર સુધી આ સ્થિતિ છે. આમ આદમી પાર્ટીમાં ખેડૂત આગેવાન રાજુ કરપડાએ પક્ષ છોડ્યા પછી બીજા ખેડૂત આગેવાન સાગર રબારીએ પક્ષ છોડ્યો છે. તેમણે આમ આદમી પાર્ટીમાં બધા જ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. તેઓ પક્ષમાં પ્રદેશ મહામંત્રી હતા.

આમ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવે તે પૂર્વે જ અત્યારથી જ હાર ભાળી ગયેલા પક્ષના આગેવાનો હવે પક્ષ છોડવા લાગ્યા છે. આમ આદમી પાર્ટીમાં ટોચના રાઘવ ચઢ્ઢાના સ્તરથી લઈને તળિયાના સ્તર સુધી જાણે બધા વિદાય લેવા માંડ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ આ વિચારવાની જરૂર છે કે એક કે બે આગેવાનો પક્ષ છોડી ગયા નથી, પરંતુ એક પછી એક સંખ્યાબંધ આગેવાનો પક્ષ છોડી રહ્યા છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે ક્યાં જઈ રહી છે તેનું આ ઉદાહરણ છે. એકબાજુએ આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં વિસાવદરવાળી કરવાની ધમકી આપે છે, પરંતુ બીજી બાજુએ તેના જ પક્ષના આગેવાનો અને કાર્યકરો પક્ષમાંથી વિદાય લઈ રહ્યા છે. આ સંજોગોમાં પક્ષ માટે શાસક પક્ષને પડકારવાની વાત તો બાજુએ રહી પરંતુ તેના અસ્તિત્વનો સવાલ આવીને ઊભો રહેવા લાગ્યો છે.

આ પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સ્વચ્છ રાજકારણથી પ્રભાવિત થઈને જાણીતા મહંતે પક્ષ છોડ્યો હતો, પરંતુ તેના રાજકારણને જોઈને તેમણે પક્ષ ત્યજી દીધો હતો અને બીજા લોકોને પણ ચેતવણી આપી હતી કે આ પક્ષમાં ન પડતા. આમાં તો સ્થિતિ માનવામાં આવે છે તેના કરતાં પણ વધારે ખરાબ છે.


આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો: રાજકોટ અને અમદાવાદમાં AAPના વિવાદાસ્પદ પોસ્ટરથી હંગામો

આ પણ વાંચો: હર્ષ સંઘવીનો AAP પર પ્રહાર, “રસ્તા પર નમાઝ અને દરગાહની છૂટના વચનો મૂંગેરીલાલના સપના છે”