Gujarat Local Body Election 2026/ ધંધુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં EVM લૂંટના આક્ષેપથી સનસનાટી

ગુજરાતના ધંધુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં EVM લૂંટના આક્ષેપથી સનસનાટી મચી ગઈ છે. ગોગતપર ગામે EVM સીલ થયા બાદ ગાયબ થયું છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Dhandhuka News:  ગુજરાતના ધંધુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં EVM લૂંટના આક્ષેપથી સનસનાટી મચી ગઈ છે. ગોગતપર ગામે EVM સીલ થયા બાદ ગાયબ થયું છે. તંત્ર ઉમેદવારોના ફોન સંપર્કમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 40 મિનિટ બાદ આક્ષેપ કરનારા ઉમેદવારને જાણ થઈ છે. તેણે ખાનગી કારમાં EVM લઈ જવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો છે.

આ ઘટના બતાવે છે કે ધંધુકા જિલ્લામાં કેવું અંધેર તંત્ર ચાલે છે. વિપક્ષી ઉમેદવારનું કહેવું છે કે અહીં તંત્ર જેવું કશું જ નથી. બધી વ્યવસ્થા જાણે ફક્ત બતાવવા પૂરતી જ છે. આ જોતાં આખી ચૂંટણી અહીં એક ફારસ સમાન લાગી રહી છે. આ રીતે ખાનગીકારમાં ઇવીએમ લઈ જવામાં આવે છે તે બતાવે છે કે કાયદો અને વ્યવસ્થા જાણે શાસન આગળ પાણી ભરે છે.

વિપક્ષી ઉમેદવારનું કહેવું છે કે મને લાગતું નથી કે ફક્ત ધંધુકા જિલ્લા પંચાયતમાં જ આવુ હોય, બીજે બધે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હોય તેવી પ્રબળ સંભાવના છે. તેમનો દાવો છે કે આ આખી ચૂંટણીમાં જાણે બધી જ ફિલ્ડિંગ સેટ કરેલી રાખી હોય તેવું છે. આ જોતાં અહીં વિજય મેળવવાનો જાણે વિચાર પણ કરી શકાય તેમ નથી. જ્યારે ઇવીએમની લૂંટના આક્ષેપ અંગે ચૂંટણીપંચે તપાસનું આશ્વાસન આપ્યુ હોવાનું કહેવાય છે. પંચનું કહેવું છે કે તેઓ તેમની સમક્ષ આવેલી ફરિયાદની ચોક્કસ તપાસ કરશે.


આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા

આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું