Breaking News/ કિર્તિદાન ગઢવી અને SP રાજદીપ ઝાલાને હાઈકોર્ટની નોટિસ, ગેરકાયદેસર ડિટેન્શન કેસ ગરમાયો

અમદાવાદના ગેરકાયદેસર ડિટેન્શન કેસમાં હાઈકોર્ટનું મોટું એક્શન, પોલીસ અધિકારીઓ અને ગાયક Kirtidan Gadhvi સામે નોટિસ, સાથે CCTV ફૂટેજ સાચવવાનો આદેશ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
હાઈકોર્ટે Kirtidan Gadhvi અને SPને નોટિસ ફટકારી

Breaking News: ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)એ અમદાવાદના એક નાગરિકની અરજી પર મહત્વપૂર્ણ પગલું ભરતા પોલીસ અધિકારીઓ તેમજ એક જાણીતા લોકગાયક Kirtidan Gadhvi સામે નોટિસ જારી કરી છે. આ મામલે કાયદેસરની પ્રક્રિયા અને માનવ અધિકારોને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

શું છે સમગ્ર મામલો?

અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા અરજદાર જયેશ પરમાર (Jayesh Parmar)એ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજી મુજબ, 20 ફેબ્રુઆરી 2025ના રોજ તેમને કોઈપણ કાયદેસર નોટિસ કે વોરંટ વિના સાયબર સેલ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા હતા. અરજદારનો દાવો છે કે તેમને સવારે લઈને રાત્રે સુધી ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા અને આ દરમિયાન તેમના સાથે મારપીટ કરવામાં આવી.

kirtidan gadhvi
kirtidan gadhvi

પોલીસ અને Kirtidan Gadhvi પર આક્ષેપ

અરજીમાં સાયબર સેલ સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓના નામ સાથે આરોપ મૂકવામાં આવ્યા છે, જેમાં PI બી.એમ. ચૌધરી, PSI પરમાર અને SP રાજદીપસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, લોકગાયક કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi) અને તેમના સહયોગીઓની સંડોવણીનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટનો મહત્વનો આદેશ

આ સમગ્ર મામલે હાઈકોર્ટે તમામ જવાબદાર પક્ષોને નોટિસ ફટકારી છે અને જવાબ માંગ્યો છે. સાથે જ, કોર્ટે પોલીસને 20 અને 21 ફેબ્રુઆરીના દિવસોના પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાનો આદેશ પણ આપ્યો છે, જેથી તપાસ દરમિયાન પુરાવા તરીકે તેનો ઉપયોગ થઈ શકે.


આ પણ વાંચો:ડાયરામાં દેવી દેવતાઓનું અપમાન, માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ!

આ પણ વાંચો:કિર્તીદાને ‘બેટી બચાવો’ ની અપીલ કરી તો લાખો રૂપિયાનો વરસાદ થયો

આ પણ વાંચો:ડાયરા કિંગ માયાભાઈ: હાસ્ય કલાકાર મટી વિવાદના કેન્દ્રમાં કેમ?