Valsad News: વલસાડ જિલ્લામાં ડુંગરા પોલીસે સપાટો બોલાવ્યો છે. તેણે કાયદાનું પાલન ન કરનારા ત્રણ ચાલ સંચાલકોની ધરપકડ કરતાં ફફડાટ વ્યાપી ગયો છે. ચાલમાં સીસીટીવી ન લગાવવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. ગુનાખોરી અટકાવવા માટે જિલ્લા કલેકટરે આપેલા આદેશનું પાલન ન થવાના પગલે પોલીસ ત્રાટકી હતી.
વલસાડના જિલ્લા પોલીસ કલેક્ટરનું જાહેરનામું છે કે દરેક ચાલમાં સીસીટીવી લગાવવા, આમ છતાં પણ ત્રણેક ચાલ સંચાલકોએ તે લગાવ્યા ન હતા. પોલીસને દરેક ચાલમાં સીસીટીવી ઇન્સ્ટોલેશનની શરૂ કરેલી ચકાસણી ઝુંબેશમાં આ ત્રણ ચાલના સંચાલકોની નિષ્ફળતા પકડાઈ હતી અને તેમણે કાયદાનો ભંગ કર્યો હોવાનું માલૂમ પડતા તેમની ધરપકડ કરાઈ છે. આગામી દિવસોમાં બીજા ચાલ સંચાલકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ અસામાજિક તત્વો દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે વલસાડની ચાલમાં સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ જારી કર્યો હતો. સુરક્ષા જાળવવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે આ આદેશ જારી કરવામાં આવ્યો હતો.
જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાની સૂચના પર, ડુંગરા પોલીસે આ આદેશનું કડક પાલન થાય તે માટે ખાસ નિરીક્ષણ ઝુંબેશ શરૂ કરી હતી. ડુંગરા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ, પોલીસ ટીમે વિસ્તારની વિવિધ ચાલીઓમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી.
આ નિરીક્ષણ દરમિયાન, ડુંગરા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતી ત્રણ ચાલીમાં એક પણ સીસીટીવી કેમેરા મળી આવ્યો ન હતો. આ ચાલ સંચાલકોએ કલેક્ટરના આદેશની સંપૂર્ણ અવગણના કરી હતી.
પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ ચાલી સંચાલકો સામે કેસ નોંધ્યો છે અને તેમને કસ્ટડીમાં લીધા છે. ડુંગરા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રહેશે અને આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં; આ કાર્યવાહીથી ગુનેગારોમાં ગભરાટ ફેલાયો છે.
આ પણ વાંચો: ભાજપે ઉત્તર ગુજરાતમાં રાબેતા મુજબ દબદબો જાળવ્યો… જુઓ વિગતવાર પરિણામ
આ પણ વાંચો: રાજ્યની 34માંથી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત
આ પણ વાંચો: આ પણ વાંચો: BJPની પ્રચંડ સુનામી, તમામ મનપામાં ક્લીન સ્વીપ
