Jamnagar News/ જામનગરમાં ઇલેક્ટ્રિક શોક લાગતા ટ્રક ડ્રાઈવરનું મોત

જામનગરમાં ઇલેક્ટ્રિક શોક લાગતા ટ્રક ડ્રાઇવરનું મોત થયું છે. જામનગરમાં સાધના કોલોની નજીક બંધ ટ્રક રિપેર કરતી વખતે આ ઘટના બની હતી. ડ્રાઇવર બંધ ટ્રકને રિપેર કરી રહ્યો હતો ત્યારે તેને શોક લાગ્યો હતો.

Top Stories Gujarat Others Breaking News

Jamnagar News: જામનગરમાં ઇલેક્ટ્રિક શોક લાગતા ટ્રક ડ્રાઇવરનું મોત થયું છે. જામનગરમાં સાધના કોલોની નજીક બંધ ટ્રક રિપેર કરતી વખતે આ ઘટના બની હતી. ડ્રાઇવર બંધ ટ્રકને રિપેર કરી રહ્યો હતો ત્યારે તેને શોક લાગ્યો હતો. ડ્રાઇવરને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.

જામનગર પોલીસે અકસ્માત ગુનો નોંધીને કેસની તપાસ શરૂ કરી છે. ડ્રાઇવરના મૃત્યુનું વિગતવાર કારણ જાણવા માટે પોલીસે તેના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસનું કહેવું છે કે હાલના તબક્કે તો ઇલેક્ટ્રિક કરંટ મુખ્ય કારણ માનવામાં આવે છે. આમ છતાં પણ ફોરેન્સિકનો રિપોર્ટ આવ્યા પછી કંઇક કહી શકાય.

ઘણા લોકોનું માનવું છે કે કદાચ ડ્રાઇવર રિપેરિંગ કરી રહ્યો હોય ત્યારે અસહ્ય ગરમીના લીધે ડીહાઇડ્રેશનના કારણે પણ ઢળી પડ્યો હોઈ શકે. આ ઉપરાંત તેને હાર્ટ એટેક પણ આવ્યો હોય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી આ કેસમાં તેનો મેડિકલ હિસ્ટરી પણ જોવામાં આવી શકે છે. આ ઉપરાંત તેને વાઈનો કે આંચકીનો જૂનો રોગ હતો કે નહી તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

આમ હાલમાં તો ડ્રાઇવરના મૃત્યુને લઈને આ અટકળો ચાલી રહી છે, પણ ફોરેન્સિક રિપોર્ટ પછી જ આ અટકળો પર પૂર્ણવિરામ આવશે તેમ માનવામાં આવે છે.


આ પણ વાંચો: જામનગરમાં યુવકનું વીજપોલના આંચકાથી નિપજ્યું કમકમાટીભર્યુ મોત

આ પણ વાંચો: જામજોધપુરમાં પતંગ લૂંટતા તરુણનો વીજ શૉક લાગતાં મૃત્યુ

આ પણ વાંચો: ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ