Kutch News/ મુંદ્રા પોર્ટ પરથી ₹19.87 કરોડની નકલી સિગારેટ જપ્ત

બિલ ઓફ એન્ટ્રી વગર ગેરકાયદેસર રીતે દેશમાં ઘુસાડવામાં આવેલી કુલ 82,80,000 નકલી સિગારેટ(Fake Cigarettes) મળી આવી છે

Gujarat Others
સિંગાપોરથી આયાત કરાયેલા એક કન્ટેનરમાંથી મોટી માત્રામાં નકલી સિગારેટ(Fake Cigarettes)નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે

Kutch News : કચ્છના મુંદ્રા પોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિંગાપોરથી આયાત કરાયેલા એક કન્ટેનરમાંથી મોટી માત્રામાં નકલી સિગારેટ(Fake Cigarettes)નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

ગેરકાયદેસર રીતે દેશમાં ઘુસાડવામાં આવેલી કુલ 82,80,000 નકલી સિગારેટ(Fake Cigarettes) મળી આવી

માહિતી મુજબ, બિલ ઓફ એન્ટ્રી વગર ગેરકાયદેસર રીતે દેશમાં ઘુસાડવામાં આવેલી કુલ 82,80,000 નકલી સિગારેટ મળી આવી છે. જપ્ત કરાયેલા આ જથ્થાની બજાર કિંમત અંદાજે ₹19.87 કરોડ ગણવામાં આવી રહી છે.

DRI દ્વારા સમગ્ર જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ મામલો આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક સાથે સંકળાયેલો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અધિકારીઓ દ્વારા સમગ્ર રેકેટને બહાર લાવવા તપાસ તેજ કરવામાં આવી છે.


આ પણ વાંચો : નકલીના નામે અસલીનો કાળો કારોબાર, ડુપ્લીકેટ ચા, સીગારેટ સહિતની વસ્તુઓ પકડાઈ

આ પણ વાંચો : બિહારની ‘અય્યાશી ગેંગ’: છોકરીઓને 50 હજાર રૂ.ની નોકરીનું વચન, સિગારેટથી સળગાવવું અને…

આ પણ વાંચો : લખનઉમાં ચૌધરી ચરણસિંહ એરપોર્ટ પર 2 દિવસમાં 30 દાણચોરો રફૂચક્કર, કસ્ટમની સમગ્ર ટીમ સસ્પેન્ડ