Lifestyle/ સ્થૂળતા એક નહિં…બે નહિં પરંતુ 13 પ્રકારના કેન્સરનું કારણ બની શકે છે! શરીરની વધતી ચરબી ખતરાનું એલાર્મ!

એક અધ્યયનમાં વિશેષજ્ઞો દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, સ્થૂળતા (Obesity) કેવળ એક અથવા બે નહિં પણ 13 પ્રકારના કેન્સરને જન્મ આપી શકે છે.

Trending Health & Fitness Lifestyle
Obesity , જીવનશૈલી, કેન્સરના દર્દી, ઉપચાર, યૂકે

Lifestyle: કેન્સરના કિસ્સાઓમાં ઝડપથી વધારો થતો જણાઇ રહ્યો છે! આની પાછળ એક મોટું કારણ આપણી બદલાઇ રહેલી જીવનશૈલી છે. સ્થૂળતા (Obesity)ના કારણે શરીરમાં અસંતુલન, સોજા વગેરે વધે છે જેના કારણે કેન્સર (Cancer) થવાનું જોખમ વધી જાય છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, સ્થૂળતાથી 13 પ્રકારના કેન્સર થવાનું જોખમ વધી શકે છે.

જીવનશૈલીનું અસંતુલન કારણભૂત

આજના સાંપ્રત સમયમાં આપણી સુવિધાઓ અને સ્વાસ્થ્ય (Health) વચ્ચે એક અસમંજસની સ્થિતિ જણાઇ રહી છે જેણે ધીમે-ધીમે મોટી મુશ્કેલીઓને જન્મ આપ્યો છે! આહાર તેમજ જીવનશૈલીમાં અસંતુલન, શારીરિક પ્રવૃત્તિઓ અને ઊંઘની કમીની સાથોસાથ વધતા સ્ક્રિનટાઇમના કારણે આપણા શરીરને એક એવા જોખમ તરફ ધકેલ્યું છે કે જ્યાં કેવળ નુકસાન જ છે! લોકોમાં વધી રહેલી સ્થૂળતા આનુ જીવંત ઉદાહરણ છે.

સ્થૂળતા કેવળ શરીરના બંધારણને જ નુકસાન નથી કરતુ, પણ અનેક જીવલેણ બીમારીઓનું પણ એક મુખ્ય કારણ છે. રિસર્ચ અનુસાર, શરીર પર વધતી જતી ચરબી (Fat) આપણને ડાયાબિટીસ, હાઈ બીપી, કોલેસ્ટ્રોલ અને કેન્સર (Diabetes, high blood pressure, cholesterol) જેવી જીવલેણ બીમારીઓ તરફ લઇ જઇ શકે છે.

Obesity , જીવનશૈલી, કેન્સરના દર્દી, ઉપચાર, યૂકે

હોર્મોન્સનું અસંતુલિત થવુ (Hormonal Imbalance), સોજા આવવા અને પાચન સંબંધી તકલીફોમાં વૃદ્ધિ એ સ્થૂળ વ્યક્તિઓમાં મોટાભાગે જોવા મળે છે. આનાથી કેન્સરનું જોખમ (Cancer Risk) અનેકગણું વધી જાય છે. આ વિષયક એક અધ્યયનમાં વિશેષજ્ઞો દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, સ્થૂળતા કેવળ એક અથવા બે નહિં પણ 13 પ્રકારના કેન્સરને જન્મ આપી શકે છે. આનો અર્થ એ છે કે, ‘સ્થૂળતા એ રોગો માટે ફ્રી ટિકિટ છે’ એમ કહેવું અયોગ્ય નથી!

સ્થૂળતાના શિકાર લોકોમાં કેન્સરનું જોખમ (Obesity Can Cause Cancer)

ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના વિશેષજ્ઞોને રિસર્ચ (Research) દરમિયાન જાણવા મળ્યું હતુ કે સ્થૂળતા ઓછામાં ઓછા 13 પ્રકારના કેન્સર થવાના જોખમમાં વધારો કરી શકે છે. આના આધારે એમણે એ પણ ચેતવણી આપી છે કે, કેવળ વજન ઓછું કરવું જ પૂરતું નથી!

આ રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે, ઇંગ્લેન્ડમાં કેન્સરનો ઇલાજ કરાવવા આવનારા અડધાથી વધારે દર્દીઓ પહેલેથી જ સ્થૂળતાના શિકાર બનેલા જોવા મળે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતુ કે, આ જીવલેણ બીમારીમાં સ્થૂળતાની ભૂમિકા વિચારવા કરતા વધારે જોવા મલી હતી.

Obesity , જીવનશૈલી, કેન્સરના દર્દી, ઉપચાર, યૂકે

રિસર્ચ શું કહે છે?

વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડની ડૉ. હેલન ક્રોકરનું કહેવું છે કે આ અધ્યયન એ વાત પર પ્રકાશ પાડે છે કે જ્યારે આપણે કોઇ મોટા ક્લિનિકલ નિર્ણયો લઇએ છીએ ત્યારે દર્દીઓના સ્વાસ્થ્યની સાથોસાથ એમની સ્થૂળતાની હિસ્ટ્રી પર પણ ધ્યાન આપવું જરુરી હોય છે.

કેન્સર વિશેષજ્ઞ પ્રોફેસર સાઇમન લોર્ડના નેતૃત્વ વાળી ટીમને એવું જાણવા મળ્યું કે, પહેલેથી જ વધારે વજન હોવું ઉપચારની સફળતા પર પણ ઘણી અસર કરી શકે છે.

આ રિસર્ચમાં 79,271 દર્દીઓના ડિજિટલ હૅલ્થ રેકોર્ડથી છેલ્લા બીએમઆઈ ડેટા (BMI Data)નું વિશ્લેષણ કરવામાં આવ્યું હતુ.

જેના પરિણામોથી જાણ થઇ હતી કે કેન્સરના જુદા-જુદા પ્રકારોમાં સ્થૂળતાની માત્રા અલગ-અલગ હોય છે.

જે કેન્સરમાં કોઇ પણ કારણ વિના વજન ઓછું થવું અને ભૂખ ન લાગવા જેવા લક્ષણો જણાય છે, એમાં પ્રથમ ઉપચાર દરમિયાન, સ્થૂળતાની ટકાવારી ઓછી જાણવા મળી હતી.

આ કેન્સરમાં પેન્ક્રિયાટિક, ગૅસ્ટ્રોઈસોફેજિયલ, આંતરડા અને ફેફસાના કેન્સર સામેલ હતા, જે રોગના ચેપ સામે રક્ષણ આપતા WBCs ને પ્રભાવિત કરે છે.

ગર્ભાશય, સ્તન કેન્સર અને ત્વચાના કેન્સરના ઉપચારની શરુઆતમાં સ્થૂળતા વધારે સામાન્ય પરિબળ જણાયું હતુ.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સ્થૂળતા, શરીરમાં સોજા, મેટાબોલિઝમ અને હોર્મોનના લેવલમાં પરિવર્તન થવાથી કેન્સરના જોખમને વધારી શકે છે.

નિષ્ણાતો શું કહે છે? 

ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઑન કેન્સર દ્વારા વર્ષ 2016 માં 13 પ્રકારના કેન્સર (13 Types of Cancer)ની ઓળખ કરવામાં આવી છે જેમનો સંબંધ સીધો જ સ્થૂળતા સાથે છે. નિષ્ણાતોના મતે, આનો અર્થ એ બિલકુલ જ નથી કે જેનું વજન વધારે છે અથવા જે વ્યક્તિ અગાઉ ક્યારેય પણ સ્થૂળ રહી હોય એને કેન્સર થશે! પરંતુ આ અન્ય પરિસ્થિતિઓ સાથે મળીને અવશ્ય તમારા જોખમોને વધારી શકે છે.

Obesity , જીવનશૈલી, કેન્સરના દર્દી, ઉપચાર, યૂકે

કેન્સર રિસર્ચ યૂકે અનુસાર, જો તમે પોતાનું વજન કંટ્રોલમાં રાખશો તો આ 13 પ્રકારના કેન્સરના જોખમો ઘટી જાય છે. સ્થૂળ લોકોમાં આ જોખમ વધારે જોવા મળે છે.

1. સ્તન કેન્સર (મેનોપૉઝ બાદ)

2. આંતરડાનું કેન્સર

3. કિડનીનું કેન્સર

4. લીવરનું કેન્સર

5. એન્ડોમેટ્રિયલ કેન્સર

6. ઓવેરિયન કેન્સર

7. પેટનું કેન્સર

8. થાયરોઈડ કેન્સર

9. અન્નનળીનું કેન્સર

10. પિત્તાશય અને અગ્નાશયનું કેન્સર

11. મલ્ટીપલ માયલોમા

12. પ્રોસ્ટેટ કેન્સર (ક્રોનિક)

13. મેનિંગિયોમા (બ્રેઇન ટ્યૂમર)

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: ફક્ત 30 જ મિનિટમાં કેન્સરની ખબર પડી જશે…AI સમિટમાં કમાલનું સ્વદેશી સ્માર્ટ ડિવાઇસ..!

આ પણ વાંચો: જાપાનમાં ટ્રી ફ્રોગમાં મળી આવ્યાં શક્તિશાળી એન્ટી કેન્સર ડ્રગ, એક ડોઝથી જ કેન્સર ખતમ…!!

આ પણ વાંચો: સ્ત્રીઓ કરતાં વધુ પુરુષો બન્યા કેન્સરનો ભોગ, બ્રસ્ટ અને મોઢાના કેન્સરના કેસોમાં થયો વધારો