Ahmedabad News/ અમદાવાદમાં ગરમીનો કહેર: સોલા સિવિલમાં OPD કેસ 11 હજાર પાર, 1100 દર્દી દાખલ

અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે સોલા સિવિલ (Sola Civil Hospital)માં OPD કેસ 11,808ને પાર પહોંચ્યા, 1100 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી

Top Stories Ahmedabad Gujarat Breaking News
Sola Civil Hospitalમાં રોજ દર્દીઓની ભીડ,ડોક્ટરોએ આપી આ સલાહ

Sola Civil Hospital:અમદાવાદ શહેરમાં વધતી ગરમીની સીધી અસર લોકોના આરોગ્ય પર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ઝાડા-ઉલટી, તાવ, ચક્કર અને માથાના દુખાવાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આરોગ્ય વિભાગ અને ડોક્ટરો દ્વારા લોકોને બહારનું ખાવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.

Sola Civil Hospitalમાં દર્દીઓની ભારે ભીડ

સોલા સિવિલ હોસ્પિટલ  (Sola Civil Hospital)માં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. કુલિન વ્યાસના જણાવ્યા મુજબ OPDનો આંકડો 11,808ને પાર પહોંચી ગયો છે. વધતી બિમારીઓને કારણે અંદાજે 1100 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે.

ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ પણ સામે આવ્યા

હોસ્પિટલ (Sola Civil Hospital)માં ડેન્ગ્યુના 125 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાંથી 3 દર્દીઓ પોઝિટિવ મળ્યા છે. સાથે જ મેલેરિયાના 451 શંકાસ્પદ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સ્વાઇન ફ્લૂનો પણ એક પોઝિટિવ કેસ નોંધાયો હોવાનું હોસ્પિટલ સત્તાવાળાઓએ જણાવ્યું છે.

ઝાડા-ઉલટીના કેસમાં વધારો

છેલ્લા એક મહિનામાં ઝાડા અને ઉલટીના 143 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે. ડોક્ટરોનું માનવું છે કે ગરમીમાં બહારનું ખાવાનું અને અશુદ્ધ પાણી પીવાથી લોકો વધુ બીમાર પડી રહ્યા છે.

નાગરિકોને ખાસ અપીલ

આરોગ્ય વિભાગે લોકોને વધુ પાણી પીવું, તાજું અને ઘરનું જમવાનું લેવું તેમજ ગરમીમાં લાંબા સમય સુધી બહાર ન રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધુ કાળજી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.


આ પણ વાંચો:અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર માટે નથી સ્ટાફ, દર્દીઓના સ્ટ્રેચર ખેંચવા પરિવારજનો બન્યા મજબૂર

આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો સોલા સિવિલ હોસ્પિટલ ખાતે શુભારંભ

આ પણ વાંચો:સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો