Ahmedabad News/ ઓઢવમાં મહિલા પોલીસની સફળ રેડ, ડમી ગ્રાહક મોકલી કુટણખાનાનો કર્યો પર્દાફાશ

Ahmedabadના ઓઢવ વિસ્તારમાં મહિલા પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર દરોડો પાડ્યો છે. ડમી ગ્રાહક મોકલીને 4 યુવતીઓને મુક્ત કરાવી 2 આરોપીઓ સામે ગુનો નોંધાયો.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Spa Raid News

Ahmedabad Spa Raid News: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર ગણાતા ઓઢવમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના નેટવર્કનો મહિલા પોલીસે પર્દાફાશ કર્યો છે. મોજ-મજા અને ‘ખાસ સર્વિસ’ ના નામે ગ્રાહકોને બોલાવી અહીં યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. મહિલા પોલીસે પૂર્વ આયોજિત કાવતરું ઘડીને દરોડો પાડતા સ્પાના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Ahmedabad : પોલીસે ડમી ગ્રાહક મોકલી પાડી જાળ

મહિલા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઓઢવ વિસ્તારમાં આવેલા એક સ્પામાં સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. આ બાતમીની ખરાઈ કરવા માટે પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો. પોલીસે આ ગ્રાહકને આપવાના રૂપિયાના સીરીયલ નંબર અગાઉથી નોંધી લીધા હતા, જેથી પુરાવા તરીકે તેનો ઉપયોગ થઈ શકે.

રૂપિયા લેતા જ પોલીસ ત્રાટકી

જેવો ડમી ગ્રાહક સ્પામાં પહોંચ્યો અને તેણે મેનેજર સાથે વાતચીત કરી યુવતીની માંગણી કરી, મેનેજરે ગ્રાહક પાસેથી રૂપિયા સ્વીકાર્યા હતા. મેનેજર અને યુવતીઓએ રૂપિયા લેતાની સાથે જ બહાર વોચમાં ઉભેલી મહિલા પોલીસની ટીમ અંદર ત્રાટકી હતી. પોલીસે રંગેહાથ દરોડો પાડીને ત્યાંથી ચાર યુવતીઓને નરક સમાન જિંદગીમાંથી મુક્ત કરાવી હતી.

ખાસ સર્વિસના નામે ખેલાતો ખેલ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સ્પામાં આવતા ગ્રાહકોને મસાજ સિવાય ‘ખાસ સર્વિસ’ ના નામે યુવતીઓની ઓફર કરવામાં આવતી હતી. ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલીને યુવતીઓ પાસે અનૈતિક કામ કરાવવામાં આવતું હતું. પોલીસે હાલ આ મામલે સ્પાના મેનેજર સહિત બે આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો:  અમદાવાદમાં સ્પા સેન્ટર પર સીઆઈડી ક્રાઈમનો દરોડો, મસાજની આડમાં ચાલતો હતો દેહ વ્યાપાર

આ પણ વાંચો:  અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા

આ પણ વાંચો: અમદાવાદમાં સ્પા સંચાલકની દાદાગીરી: યુવતીને વાળ પકડીને ખેંચી, નિર્દયતાથી માર માર્યો