Gujarat Weather Update/ ગુજરાત તપ્યું: સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી તાપમાન, અમદાવાદ સહિત અનેક શહેરોમાં યલો એલર્ટ

ગુજરાત (Gujarat) માં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ વચ્ચે તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું.

Top Stories Gujarat
Gujarat

Gujarat Weather Update: રાજ્યમાં હીટવેવને લઈને હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, પાટણ અને અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત વડોદરા, સુરત, આણંદ, બોટાદ, રાજકોટ અને દ્વારકામાં પણ ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat

રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45.5 ડિગ્રી અને કંડલામાં 45.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીમાં 44.3 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

ડીસામાં 43.5 ડિગ્રી જ્યારે વડોદરામાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં બપોર દરમિયાન બહાર ન નીકળવાની અને પૂરતું પાણી પીવાની સલાહ આપી છે.


આ પણ વાંચો :  અમદાવાદમાં ગોડાઉનમાં ભીષણ આગ, જોધપુર BRTS પાસે દોડ્યું ફાયરબ્રિગેડ

આ પણ વાંચો : સોમનાથ મંદિરમાં પ્રથમ વખત થયો ‘કુંભાભિષેક’ મહા અનુષ્ઠાન! જાણો તેનું ધાર્મિક મહત્વ

આ પણ વાંચો : સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ PM નરેન્દ્ર મોદીનું 100 કળશ નૃત્ય અને શંખનાદ સાથે કલામય સ્વાગત કરાશે