Mahesana News: મહેસાણા-ઊંઝા હાઇવે પર થયેલા Accident માં બેના મોત થયા છે અને 13ને ઇજા પહોંચી છે. મોટીદાઉ ગામાના પાટિયા ખાતે આ અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ રોંગ સાઇડમાં બેફામ રીતે દોડાવવામાં આવતા આ અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસે ટ્રક(Truck)ને ટક્કર મારતા બે લોકોના મોત થયા હતા અને 13થી વધુને ઇજા થઈ હતી.
આ મુસાફરોથી ભરેલી લકઝરી બસ (Luxury Bus)અમદાવાદ આવતી હતી ત્યારે આ ઘટના બની હતી. લકઝરી બસના ચાલકે બેફામ વાહન ચલાવીને મુસાફરોનો જીવ જોખમમાં નાખ્યો હતો. આના પગલે મુસાફરોના જીવ તાળવે બંધાઈ ગયા હતા. ટ્રક ડ્રાઇવર તુલસીરામે આ અકસ્માતમાં વિગત આપી હતી. મહેસાણાથી રાજસ્થાન જતાં હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો અને મોટી દાઉ નજીક આ ઘટના બની હતી.

રોંગ સાઇડમાં આવેલી લક્ઝરી બસે સર્જ્યો Accident
હાઈવે પર કેળા ભરેલી ટ્રક નિયમિત રીતે જઈ રહી હતી તે સમયે લકઝરી બસ રોંગસાઇડમાં પૂરઝડપી ધસી આવી હતી. તેણે કાબૂ ગુમાવતા તે ટ્રકને ટક્કર મારીને ઝાડીમાં ઘૂસી ગઈ હતી. ટ્રક વડોદરાના રાજપીપળાથી કેળા ભરીને જોધપુર જતી હતી.

આ દુર્ઘટના મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. વડોદરાના રાજપીપળાથી કેળા ભરીને એક ટ્રક રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી. આ દરમિયાન ખાનગી બસના લકઝરી ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, તેના લીધે લકઝરી બસ ડિવાઇડર કૂદીને રોંગસાઇડમાં આવીને ટ્રકને ધડાકાભેર અથડાઈ હતી. તેના કારણે ટ્રકમાં ભરવામાં આવેલા બધા કેળા રસ્તા પર વેરણછેરણ થઈ ગયા હતા. લકઝરી બસ ટ્રકને અથડાયા પછી રસ્તાની ઝાડીમાં ઘૂસી ગઈ હતી.

Mahesana Accidentમાં બેના મોત
આ અકસ્માતના પગલે હાઇવે પર ચીસાચીસ અને રોક્કળ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાના કારણે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે એકસાઇડનો અમુક હિસ્સો બંધ કરીને કાર્યવાહી કરી હતી અને પછી સવાર સુધીમાં રસ્તો ખોલાવ્યો હતો. આમ હાઇવે પર બેફામ દોડતા વાહનોએ ફરીથી ચિંતા દર્શાવી છે.
