Not Set/ અમદાવાદ: માતાપિતાએ પુત્રી માટે કેમ કરી ઇચ્છા મૃત્યુની માગ?

અમદાવાદ, અમદાવાદમાં ઇચ્છા મૃત્યુની માગનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પથારીવશ પુત્રી માટે ખુદ માતા પિતાએ ઇચ્છા મૃત્યુની માગ કરી છે..છેલ્લાં 22 વર્ષથી પુત્રીને અસાધ્ય રોગ હોવાથી પુત્રી હલન ચલન કરી શકતી નથી અને રોગનો ઇલાજ શક્ય નથી. ઉપરાંત છેલ્લાં 22 વર્ષથી પુત્રી દયનીય સ્થિતિમાં પથારીવશ હોવાથી અંતે માતા-પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદમાં ઇચ્છા મૃત્યુની માગનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પથારીવશ પુત્રી માટે ખુદ માતા પિતાએ ઇચ્છા મૃત્યુની માગ કરી છે..છેલ્લાં 22 વર્ષથી પુત્રીને અસાધ્ય રોગ હોવાથી

પુત્રી હલન ચલન કરી શકતી નથી અને રોગનો ઇલાજ શક્ય નથી. ઉપરાંત છેલ્લાં 22 વર્ષથી પુત્રી દયનીય સ્થિતિમાં પથારીવશ હોવાથી અંતે માતા-પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.

જેને લઇને ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર સહિત તમામ પક્ષકારોને આ અંગે નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે. રાજ્ય સરકારનાં જવાબ બાદ ગુજરાત હાઇકોર્ટ આ અંગે નિર્ણય લેશે.