Gandhinagar News/ ગાંધીનગર પોલીસ લાઈનમાં આવાસ કૌભાંડ? 1061 જવાનો રાહમાં, નિવૃત્ત કર્મચારીઓએ જમાવ્યો કબજો

ગાંધીનગર પોલીસ લાઈનમાં 1061 જવાનો આવાસ (Gandhinagar Police Housing) માટે રાહ જોઈ રહ્યા છે, જ્યારે નિવૃત્ત અને બદલી પામેલા કર્મચારીઓએ સરકારી ફ્લેટો પર અનધિકૃત કબજો જમાવ્યો હોવાનો આરોપ.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gandhinagar Police Housing કૌભાંડ? 1061 જવાનો હજુ વેઇટિંગમાં

Gandhinagar News: ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસ જવાનો પોતે જ હવે આવાસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગાંધીનગર પોલીસ લાઈનમાં કાયદેસર રીતે સરકારી આવાસ (Gandhinagar Police Housing) મેળવવા માટે 1,061 જેટલા પોલીસ કર્મચારીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.બીજી તરફ, અનેક સરકારી ફ્લેટો પર નિવૃત્ત અથવા બદલી પામેલા કર્મચારીઓએ અનધિકૃત રીતે કબજો જમાવી રાખ્યો હોવાનું સામે આવ્યું છે.

નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન

સરકારી નિયમો મુજબ, કોઈપણ પોલીસ કર્મચારીની બદલી થાય અથવા નિવૃત્તિ બાદ ત્રણ મહિનાની અંદર સરકારી આવાસ (Gandhinagar Police Housing) ખાલી કરવું ફરજિયાત છે. તેમ છતાં ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં આવેલા પોલીસ આવાસોમાં ઘણા પરિવારો હજુ પણ ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યા છે.કેટલાક કિસ્સાઓમાં તો પોલીસ કર્મચારીઓ પાસે ગાંધીનગરમાં પોતાના ખાનગી ફ્લેટ હોવા છતાં તેઓ સરકારી આવાસ ખાલી કરી રહ્યા નથી.

ફરજ પરના જવાનોમાં ભારે રોષ

આ પરિસ્થિતિને કારણે હાલ ફરજ બજાવતા કોન્સ્ટેબલો અને સબ-ઇન્સ્પેક્ટરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પાત્રતા હોવા છતાં સરકારી આવાસ (Gandhinagar Police Housing) ન મળતા અનેક જવાનોને ખાનગી મકાનોમાં મોંઘું ભાડું ચૂકવી રહેવું પડી રહ્યું છે.પોલીસ હેડક્વાર્ટરમાં છેલ્લા કેટલાક વર્ષોથી આવાસોની યોગ્ય ચકાસણી ન થતા હાલની સ્થિતિ વધુ ગંભીર બની હોવાનું કહેવાઈ રહ્યું છે.

Gandhinagar Police Housing: 1061 જવાનો વેઇટિંગ લિસ્ટમાં

ગાંધીનગર પોલીસ વિભાગના આવાસ વિભાગના આંકડા મુજબ હાલ 1,061 પોલીસ જવાનો આવાસ ફાળવણીની રાહ જોઈ રહ્યા છે. રહેઠાણની અછત હવે ગંભીર સ્તરે પહોંચી છે, જેના કારણે નવા ભરતી થયેલા અને બદલી થઈને આવેલા જવાનોને ભારે મુશ્કેલી પડી રહી છે.

હવે કડક કાર્યવાહી થશે?

પોલીસ બેડામાં હવે ચર્ચા છે કે નિયમો હોવા છતાં ગેરકાયદે રીતે સરકારી આવાસોમાં રહેતા લોકો સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. હવે નજર પોલીસ વડા દ્વારા આ મામલે કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે કે નહીં તેના પર છે.


આ પણ વાંચો:ગાંધીનગરમાં અમિત શાહ 217 કરોડના પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે,નવીનીકરણ કરાયેલા સરદાર બાગને ખુલ્લો મુક્યો

આ પણ વાંચો:PM મોદીના આવાસ નજીકથી હટશે 3 ઝૂંપડપટ્ટીઓ, 717 પરિવારોને 6 માર્ચ સુધીનું અલ્ટીમેટમ

આ પણ વાંચો:આવાસ કૌભાંડમાં કવા ગોલતર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ? મનપાને મળ્યો સહકાર