Navsari News: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મગોબ ભાઠા ગામે આજે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. નિરમા (Nirma)ના મેનેજિંગ ડિરેક્ટર હિરેન પટેલ (Hiren Patel)ના હેલિકોપ્ટર (Helicopter emergency landing)માં ટેકનિકલ ખામી સર્જાતા ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરવી પડી હતી. સદનસીબે, હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો અને પાઈલોટ સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદથી મુંબઈ જતા સમયે સર્જાઈ ખામી
માહિતી મુજબ હિરેન પટેલ આજે સવારે અમદાવાદ (Ahmedabad) થી સુરત (Surat) પહોંચ્યા હતા અને ત્યારબાદ મુંબઈ (Mumbai)ના જુહુ જવા માટે હેલિકોપ્ટર (Helicopter emergency landing) દ્વારા રવાના થયા હતા. પરંતુ ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં હેલિકોપ્ટરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાઈલોટની સતર્કતા અને કુશળતાને કારણે હેલિકોપ્ટરને તાત્કાલિક નવસારી જિલ્લાના મગોબ ભાઠા ગામની સીમમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ONGC સ્ટેશન નજીક લેન્ડિંગ (Helicopter emergency landing)થી ચિંતા
જ્યાં હેલિકોપ્ટર (Helicopter emergency landing) ઉતારવામાં આવ્યું હતું ત્યાંથી આશરે 500 મીટરના અંતરે ONGC નું મુખ્ય વાલ્વ આવેલું હોવાનું સામે આવ્યું છે. જો હેલિકોપ્ટર ત્યાં અથડાયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. જોકે, પાઈલોટની સમયસૂચકતાને કારણે મોટી આફત ટળી હતી.
પોલીસ પહોંચી ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હેલિકોપ્ટરમાં સર્જાયેલી ટેકનિકલ ખામી બાદ હિરેન પટેલ (Hiren Patel) અને તેમની સાથેના અન્ય સભ્યો સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા. ત્યારબાદ તેઓ બાય રોડ મુંબઈ જવા માટે રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં આરોપી હરિયાણામાંથી ઝડપાયો
આ પણ વાંચો:ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના મુખ્ય આરોપી અમિત કટારાની ધરપકડ
આ પણ વાંચો:ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલ હત્યામાં મહત્વની ભૂમીકા ભજવનાર પોલીસનાં સકંજામાં
