Entertainment News/ ઈન્ફ્લુએન્સર તારિણીએ જણાવ્યું કાન્સનું સત્ય, રેડ કાર્પેટ ફોટો માટે આપવા પડે છે લાખો રૂપિયા

ઈન્ફ્લુએન્સર તારિણી પેશાવરિયાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના (Cannes Film Festival) અનેક રહસ્યો ખોલ્યા છે. હોટલના લાખોના ભાડાથી લઈને રેડ કાર્પેટ પર ફોટોગ્રાફર્સને ચૂકવવામાં આવતા પૈસા સુધીની તમામ વિગતો જાણો આ અહેવાલમાં.

Trending Entertainment
Cannes Film Festival

Cannes Film Festival Secrets Exposed:  દર વર્ષે ફ્રાન્સમાં યોજાતા ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ (Cannes Film Festival) ની ચમક-ધમક પાછળ અનેક એવા રહસ્યો છુપાયેલા છે જે સામાન્ય લોકો સુધી પહોંચતા નથી. તાજેતરમાં જાણીતી બ્યુટી અને વેલનેસ ઈન્ફ્લુએન્સર તારિણી પેશાવરિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કાન્સની અંદરની વાતોનો પર્દાફાશ કર્યો છે. 4 વર્ષ પહેલા આ ઈવેન્ટનો હિસ્સો બનેલી તારિણીએ જણાવ્યું કે રેડ કાર્પેટ પર માત્ર ટેલેન્ટ જ નહીં, પણ ‘પૈસાનો ખેલ’ પણ મોટા પાયે ચાલે છે.

રેડ કાર્પેટ પર ફોટો પડાવવા માટે ચૂકવવી પડે છે કિંમત

તારિણીએ ખુલાસો કર્યો છે કે રેડ કાર્પેટ પર જે શાનદાર ફોટોઝ આપણે જોઈએ છીએ, તે ઘણીવાર ફ્રી હોતા નથી. નાના સેલેબ્સ કે ઈન્ફ્લુએન્સર્સે ત્યાં હાજર પ્રોફેશનલ ફોટોગ્રાફર્સને હાયર કરવા પડે છે. તારિણીએ પોતે પોતાના 7 વીડિયો અને ફોટોગ્રાફ્સ માટે આશરે 400 યુરો (અંદાજે 36,000 થી વધુ રૂપિયા) ચૂકવ્યા હતા. તેણે વધુમાં જણાવ્યું કે રેડ કાર્પેટ માત્ર 1-2 મિનિટનો હોય છે, પરંતુ જ્યારે ઐશ્વર્યા રાય કે ટોમ ક્રુઝ જેવા મોટા સ્ટાર્સ એન્ટ્રી લે છે, ત્યારે આખું રેડ કાર્પેટ (Cannes Film Festival) તેમના માટે ખાલી કરી દેવામાં આવે છે અને સુરક્ષા અત્યંત કડક કરી દેવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Tarini Peshawaria (@tarinipeshawaria)

કાન્સમાં હોટલોનું  એક રાતનું ભાડું 2-3 લાખ રૂપિયા

કાન્સમાં (Cannes Film Festival) રોકાણ પણ ઘણું મોંઘું હોય છે. તારિણીએ જણાવ્યું કે મોટાભાગની બોલિવૂડ હિરોઈનો જ્યાં ફોટોશૂટ કરાવે છે તે ‘હોટલ માર્ટિનેઝ’ (Hotel Martinez) માં એક રાતનું ભાડું 2 થી 3 લાખ રૂપિયા જેટલું હોય છે. તારિણીએ કબૂલાત કરી કે જો તેની સફર સ્પોન્સર્ડ ન હોત, તો તે ક્યારેય આટલું મોંઘું સ્ટે પરવડી શકી ન હોત. જોકે, હોટલનું વાતાવરણ અદભૂત હોય છે જ્યાં તમારી આસપાસ ઈવા લોન્ગોરિયા જેવા આંતરરાષ્ટ્રીય સેલેબ્સ બ્રેકફાસ્ટ કરતા જોવા મળે છે.

ઐશ્વર્યા-અભિષેક સાથેની મુલાકાત (Cannes Film Festival)

તારિણી માટે આ ટ્રીપની (Cannes Film Festival) સૌથી મોટી હાઈલાઈટ ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને આરાધ્યાને મળવાની હતી. તેણે આ યાદગાર ફોટો પણ શેર કર્યો છે. આ ઉપરાંત, તેણે એક કિસ્સો શેર કર્યો કે આફ્ટર પાર્ટી માટે જ્યારે તે સાડી પહેરી શકતી નહોતી, ત્યારે જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પોતાની ટીમમાંથી કોઈને તેની મદદ માટે મોકલ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર 778K થી વધુ ફોલોઅર્સ ધરાવતી તારિણીના આ વીડિયોએ ગ્લેમર વર્લ્ડના તે પાસાઓને ઉજાગર કર્યા છે જે સામાન્ય રીતે કેમેરાની પાછળ રહી જતા હોય છે.


આ પણ વાંચો: કાન્સના રેડ કાર્પેટ પર આલિયા ભટ્ટનો જલવો, કરોડોની જ્વેલરી અને પીચ ગાઉનમાં સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

આ પણ વાંચો: ઈન્ટિમેટ સીન કરો તો જ કામ મળશે”, અભિનેત્રી નૌહીદનો ઇન્ડસ્ટ્રી વિશે ચોંકાવનારો ખુલાસો