Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Surat News/ સુરતમાં જમીન કૌભાંડનો ભંડાફોડ, રૂ.4.81 કરોડની છેતરપિંડી બહાર આવી

સુરતમાં જમીન સોદાના નામે રૂ.4.81 કરોડના કૌભાંડ (Land Scam Surat)નો પર્દાફાશ… બોગસ બેંક ખાતાં અને નકલી IDથી છેતરપિંડી આચરનાર 5 આરોપીઓની ધરપકડ.

May 19, 2026Maya Sindhav
Top Stories Gujarat Surat Breaking News
Land Scam Surat: જમીન ડીલના નામે ₹4.81 કરોડની છેતરપિંડી

Surat News: સુરતમાં જમીન સોદાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી (Land Scam Surat)નો મોટો મામલો સામે આવ્યો છે. ઇકોસેલ પોલીસે આશરે રૂ.4.81 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી રવિ કોલડિયા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાએ શહેરના રિયલ એસ્ટેટ અને બેંકિંગ વર્તુળોમાં ચકચાર મચાવી દીધી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ વિવિધ બેંકોમાં બોગસ ખાતાં ખોલીને છેતરપિંડી (Land Scam Surat)થી મેળવાયેલા નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ખાસ કરીને YES Bank અને IDBI Bankમાં નકલી દસ્તાવેજોના આધારે ખાતાં ખોલવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

Land Scam Surat :જમીન ડીલના નામે ₹4.81 કરોડની છેતરપિંડી

https://mantavyanews.com/wp-content/uploads/2026/05/WhatsApp-Video-2026-05-19-at-2.16.54-PM.mp4

તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો કે આરોપીઓએ નકલી ઓળખપત્રો અને મોબાઈલ સિમકાર્ડ મેળવવા માટે કેટલાક ખાનગી કંપનીના કર્મચારીઓ તેમજ બેંક સ્ટાફની મદદ લીધી હતી. પ્રાથમિક માહિતી મુજબ, મોબાઈલ સિમકાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની શંકા છે.

https://mantavyanews.com/wp-content/uploads/2026/05/BYTE-1.mp4

ઇકોસેલ પોલીસ હાલમાં આ સમગ્ર કૌભાંડ (Land Scam Surat)માં બેંક અધિકારીઓ અથવા અન્ય કોઈ આંતરિક વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેની પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કૌભાંડને ખૂબ જ આયોજનબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હતો.

તપાસ એજન્સીઓ હવે નાણાંના ટ્રાન્ઝેક્શન, બેંક ખાતાં, દસ્તાવેજો અને મોબાઈલ કનેક્શનની વિગતવાર તપાસ કરી રહી છે. કૌભાંડ (Land Scam Surat)માં વધુ લોકોના નામ બહાર આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.પોલીસે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને દસ્તાવેજોમાં ચેડાં સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચો:કડીના જમીન કૌભાંડ કેસમાં તંત્રની કાર્યવાહી, શાળા, મંદિરની જગ્યાના વેચાણની નોંધ કરાશે નામંજૂર

આ પણ વાંચો:કરોડોના જમીન કૌભાંડ મામલે રમણલાલ વોરા ફરી એકવાર વિવાદમાં ફસાયા

આ પણ વાંચો:સુરતમાં કઠોરની જમીન કૌભાંડ મામલે CID ક્રાઈમમાં ફરિયાદ

Post navigation

ભારતના પાડોશી દેશમાં ભૂખનો આતંક, વસ્તીના 10% લોકો ભય હેઠળ, વિદેશી સહાયમાં 70% નો ઘટાડો
દુનિયાનો એકમાત્ર દેશ જ્યાં પક્ષીઓ માટે બને છે પાસપોર્ટ, માણસોની જેમ ફ્લાઈટમાં કરે છે મુસાફરી

More Posts

જામનગર/ ધ્રોલમાં એક વ્યક્તિને ઢોર માર મારનાર 2 પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો, મામલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યો

June 27, 2021June 27, 2021Hemangi jani
Attacked with a lethal weapon

#Gandhinagarnews/ ગાંધીનગરમાં સરાજાહેર લોહિયાળ ખેલ: RTDCમાં ચેરમેન પદની લાલચે ₹1.10 કરોડ પડાવ્યા, ઉઘરાણી કરતાં યુવકો પર છરી-ધારીયા જેવા જીવલેણ હથિયારોથી હુમલો

June 30, 2026June 30, 2026Rahul Maurya

Not Set/ જન્માષ્ટમી નિમિતે વાહન-વ્યવહાર વિભાગ વધુ 1100 બસો દોડાવશે, દોઢ કરોડની વધારે આવક નો અંદાજ

August 23, 2019August 23, 2019padma prajay

Budget 2021/ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે બજેટ 2021 માં હોસ્પિટલને લગતી આ સુવિધા મળશે

March 3, 2021March 3, 2021Bansari Shah
Domestic flights canceled

Domestic flights canceled/ એર ઈન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 7 દિવસ માટે આ કારણથી રદ્દ, આંતરરાષ્ટ્રીય ફલાઇટમાં પણ ફેરફાર

January 13, 2023garima rao
killed

હત્યા/ જામનગરમાં મહિલા અને તેના બાળકની હત્યા કરેલી લાશ ઝાડીઓમાંથી મળી આવી,પોલીસ ઘટનાસ્થળે

January 7, 2023garima rao

Botad News/ ગઢડામાં પીજીવીસીએલ ત્રાટકીઃ 20 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ

July 12, 2024jani

ગાંધીનગર/ કલોલની આ કંપનીએ એક સાથે 300 કામદારોને નોટીસ વગર કાઢી મુક્યા, થયા બેરોજગાર

August 22, 2023Maya Sindhav
અધિકારીઓની બદલી

IPS Transfer/ ગુજરાતમાં 57 IPS અધિકારીઓની બદલી, અનેક જિલ્લાના SP બદલાયા

April 2, 2022April 2, 2022Maya Sindhav
હળવદ

મોરબી/ હળવદ પોલીસે પાઠ ભણાવ્યાં : ટ્રાફિક અને અકસ્માત અંગે સાવધાની રાખવાનું શીખવ્યું

June 29, 2022June 29, 2022Keyuri Atri
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy