Kutch News/ ભુજ તાલુકા પંચાયતના નવા પ્રમુખ જાહેર

કચ્છની સૌથી મહત્વની માનાતી ભુજ તાલુકા પંચાયત (Bhuj Taluka Panchayat) માટે પાંચ મુખ્ય હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

Gujarat Others
કચ્છ જિલ્લાની રાજનીતિમાં આજે મહત્વપૂર્ણ રાજકીય હલચલ જોવા મળી હતી. ભુજ (Bhuj) સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’  (Kamlam)ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં કચ્છની 9 તાલુકા પંચાયતના આગામી હોદ્દેદારોના નામોને લઈને લાંબી ચર્ચા-વિચારણા બાદ આખરે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Kutch News : કચ્છ જિલ્લાની રાજનીતિમાં આજે મહત્વપૂર્ણ રાજકીય હલચલ જોવા મળી હતી. ભુજ (Bhuj) સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’  (Kamlam)ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં કચ્છની 9 તાલુકા પંચાયતના આગામી હોદ્દેદારોના નામોને લઈને લાંબી ચર્ચા-વિચારણા બાદ આખરે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. પક્ષના વરિષ્ઠ આગેવાનો, ચૂંટાયેલા સભ્યો અને સ્થાનિક નેતાઓની હાજરીમાં વિવિધ તાલુકાઓ માટે હોદ્દેદારોના નામો પર સર્વસંમતિથી મહોર મારવામાં આવી હતી.

લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે આજે નામોની સત્તાવાર જાહેરાત થતા કચ્છના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. સવારથી જ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી. ક્યાંક ખુશીની લાગણી તો ક્યાંક રાજકીય ચોંકાવનારા નિર્ણયો અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

કચ્છની સૌથી મહત્વની માનાતી ભુજ તાલુકા પંચાયત (Bhuj Taluka Panchayat) માટે પાંચ મુખ્ય હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં

પદ માટે લક્ષ્મીબેન ખેતાણીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે રાધાબેન આહીરને જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન તરીકે કુલદીપસિંહ ચૌહાણના નામ પર પક્ષે અંતિમ મંજૂરી આપી છે. શાસક પક્ષના નેતા તરીકે ભરત રાઠોડની પસંદગી કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે મોંઘીબેન રબારીની નિમણૂક કરવામાં આવી છે.

આજે નક્કી કરાયેલા ઉમેદવારોએ તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાના સત્તાવાર ફોર્મ ભર્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આતશબાજી સાથે નવા હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે તાલુકા પંચાયત કચેરી તરફથી નવનિયુક્ત હોદ્દેદારોના નામોની વિધિવત જાહેરાત કરવામાં આવશે.


આ પણ વાંચો : ભુજ તાલુકા પંચાયતનો ગ્રામ સેવક લાંચ લેતા ઝડપાયો, ટેકનિકલ આસીસ્ટંટ સામે ગુનો દાખલ

આ પણ વાંચો : ક્ચ્છ ચૂંટણી પહેલા ભાજપની થઈ જીત, ભુજના વોર્ડનં.9માં ભાજપના બે મહિલા ઉમેદવારની જીત, કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ન ભરતા ભાજપની બિનહરીફ જીત, તાલુકા પંચાયતમાં સરાડા બેઠક પર

આ પણ વાંચો : કચ્છમાં ભાજપે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી કરી જાહેર