Kutch News/ માંડવીમાં બ્રહ્મ સમાજ-સ્વામીનારાયણ સંતોની બેઠક

સ્વામીજી સાથે ગઈકાલ ના સ્ટેજ પરથી જે વાત થઈ જેમાં બ્રહ્મસમાજ (Brahm Samaj)ની લાગણી દુભાણી છે જેમાં સ્વામીજી એક શબ્દ બોલવામાં ચૂક થઈ છે

Gujarat Top Stories Others
પશ્ચિમ કચ્છ જિલ્લા ના પ્રમુખ શાસ્ત્રી દિપેશભાઈ જોષી અને માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ (Brahm Samaj)ના આગેવાનો દ્વારા સમાજ ના પ્રબુદ્ધ વડીલો અને આગેવાનો સાથે ચર્ચા કરી
Kutch News : પશ્ચિમ કચ્છ જિલ્લા ના પ્રમુખ શાસ્ત્રી દિપેશભાઈ જોષી અને માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ (Brahm Samaj)ના આગેવાનો દ્વારા સમાજ ના પ્રબુદ્ધ વડીલો અને આગેવાનો સાથે ચર્ચા કરી સ્વામીનારાયણ મંદિર માંડવી (Mandvi) ના પૂજય સુખદેવસ્વામી તેમજ પૂજ્ય સૂર્યપ્રકાશસ્વામી સાથે મીટિંગ કરી છે.

કચ્છ જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ (Brahm Samaj)ના પ્રમુખ દિપેશભાઈ જોશી, સમસ્ત બ્રહ્મ સમાજ કચ્છ જીલ્લા ના યુવાપાંખ ના પ્રમુખ કીર્તિભાઇ રાજગોર, માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ના મુકેશ ત્રિવેદી, કેતન ઓઝા, પાર્થ જોશી, નરોત્તમભાઈ રાજગોર, ભૂપેન્દ્રભાઈ જોશી, જીગર બાપટ વગેરે અગ્રણી કાર્યકર્તા તથા માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ મુકેશ જોશી બહાર હોવાથી ટેલિફોનીક ઉપસ્થિત રહ્યા.

બ્રહ્મસમાજ (Brahm Samaj)ની લાગણી દુભાણી છે જેમાં સ્વામીજી એક શબ્દ બોલવામાં ચૂક થઈ છે

સ્વામીજી સાથે ગઈકાલ ના સ્ટેજ પરથી જે વાત થઈ જેમાં બ્રહ્મસમાજ (Brahm Samaj)ની લાગણી દુભાણી છે જેમાં સ્વામીજી એક શબ્દ બોલવામાં ચૂક થઈ છે . એમનો કહેવાનો ભાવ તો બ્રાહ્મણો મહાન છે એવો જ છે જે આખા વિડિયોમાં પણ છે. પરંતુ કેટલાંક લોકોએ એ વિડીયોનો થોડોક ભાગ લઈ જાણે કે અજાણે ગેરસમજ ઊભી કરી છે . જે શબ્દની ચૂક થઈ છે તે બદલ સ્વામી એ દિલગીરી વ્યક્ત કરી બ્રાહ્મણોને હદય સાથે પ્રણામ કરી દિલગીરી વ્યક્ત કરી છે. ત્યારે આપણે સૌ સનાતન ધર્મ ના વાહક છીએ સનાતન સમાજ ની એકતા અખંડતા વધુ મજબૂત બને એ માટે ની આપણા સૌની ફરજ છે.

એ વાત ધ્યાને લઈ સ્ટેજ પરથી બોલાયેલા શબ્દનો જવાબ પણ તરત અનિરુદ્ધભાઈ દવે દ્વારા અપાયો છે . એટલે હવે આપણે ભગવાવસ્ત્ર ને ધ્યાને રાખી આપણે સનાતન ધર્મ ના અનુયાયીઓ તરીકે ધર્મ, સામાજિક સમરસતા અને સદ્ભાવના ની શીખ આપતા હોઈએ છીએ ત્યારે સમાજ ના વડીલો ના માર્ગદર્શન હેઠળ આ વિષયનું સુખદ સમાધાન કરી અહીં કરવામાં આવે છે જેની સર્વે નોંધ લેવા વિનંતી છે . ખોટાં મેસેજ વીડિયો ના ભ્રામક પ્રચાર થી દૂર રહેવા વિનંતી સાથે સનાતન સમાજ ને જોડવાનું કાર્ય કરવાનું છે

“वयं राष्ट्रे जागृयाम पुरोहिताः यजुर्वेद (अध्याय 9, मंत्र 23)

“हम पुरोहित (राष्ट्र के मार्गदर्शक और प्रबुद्धजन) राष्ट्र को सदैव जीवंत और जाग्रत बनाए रखें।


આ પણ વાંચો : કિંજલ દવેની સગાઈ વિવાદ: બ્રહ્મ સમાજનો બહિષ્કાર, ગાયિકાએ કહ્યું – ‘દીકરીઓની પ્રગતિ જોઈ શકતા નથી’

આ પણ વાંચો : રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે બ્રહ્મ સમાજ નારાજ

આ પણ વાંચો : ભગવાન પરશુરામ પર અભદ્ર ટિપ્પણીના પડયા પડઘા, રાજકોટના રમેશ ફેફરે કરી હતી અભદ્ર ટિપ્પણી, અભદ્ર ટિપ્પણીને પગલે બ્રહ્મ સમાજમાં ભારે રોષ, સુરેન્દ્રનગર કલેક્ટર અને DSP કચેરી ખાતે