Ahmedabad News/ અમદાવાદમાં પોલીસ સામે જ ધમકી, વીડિયો વાયરલ

પોલીસ સ્થળ પર હાજર હોવા છતાં સલમાન નામનો શખ્સ ત્યાં આવી ચડ્યો અને સામે પક્ષને ખુલ્લેઆમ જીવથી મારી નાખવાની તેમજ ગોળી મારી દેવાની ધમકી (Threat)ઓ આપતો રહ્યો

Gujarat Ahmedabad Breaking News
વાયરલ વીડિયોમાં સલમાન નામનો એક શખ્સ પોલીસની હાજરીમાં જ ખુલ્લેઆમ ગોળી મારી દેવાની ધમકી (Threat) આપતો જોવા મળી રહ્યો છે

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad) શહેરના જમાલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સલમાન નામનો એક શખ્સ પોલીસની હાજરીમાં જ ખુલ્લેઆમ ગોળી મારી દેવાની ધમકી (Threat) આપતો જોવા મળી રહ્યો છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, જમાલપુર વિસ્તારમાં કોઈ બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી અને માથાકૂટ સર્જાતા હવેલી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ સ્થળ પર હાજર હોવા છતાં સલમાન નામનો શખ્સ ત્યાં આવી ચડ્યો અને સામે પક્ષને ખુલ્લેઆમ જીવથી મારી નાખવાની તેમજ ગોળી મારી દેવાની ધમકી ઓ આપતો રહ્યો.

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આરોપી કોઈ પણ જાતના ડર વગર ધમકીભર્યા શબ્દો બોલી રહ્યો છે, જ્યારે સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓ તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરતા જોવા મળતા નથી. આ ઘટનાને લઈને હવે હવેલી પોલીસની કામગીરી અને સતર્કતા સામે સવાલો ઉઠી રહ્યા છે.

સ્થાનિક લોકોનો આરોપ છે કે પોલીસ સામે જ અસામાજિક તત્વો બેફામ રીતે ધમકીઓ આપે અને પોલીસ મૂકપ્રેક્ષક બની રહે, તો સામાન્ય નાગરિકોની સુરક્ષા કેવી રીતે થશે? વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર પણ લોકો અમદાવાદ પોલીસની કામગીરીને લઈને ટીકા કરી રહ્યા છે.

સૂત્રો મુજબ, વીડિયો વાયરલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર મામલાની નોંધ લીધી છે. વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું તેમજ આરોપી સલમાન સામે કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.


આ પણ વાંચો  : અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી આપનાર ભેજાબાજ ઝડપાયો

આ પણ વાંચો  : એલ્વિશ યાદવને જાનથી મારી નાખવાની ધમકી, લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે 10 કરોડની ખંડણી માંગાઈ

આ પણ વાંચો  : ગોધરામાં અશ્લીલ ફોટાની ધમકીથી પરિણીતાનો આપઘાત