Gandhinagar News/ ગુજરાતમાં ગુનાખોરીનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ખૂબ ઓછો; મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર

દેશના ગુનાખોરીના દર (Crime Rate) અંગે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB),દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા “ક્રાઈમ ઇન ઇન્ડિયા” પુસ્તકના આધારે વર્ષ 2024 દરમ્યાન ગુજરાત રાજ્ય તેમજ ભારતના અન્ય રાજ્યોના ગુનાહિત આંકડાઓનું તુલનાત્મક વિશ્લેષણ જાહેર કરવામાં આવ્યું છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Crime rate in Gujarat is much lower country

નવી દિલ્હીઃ દેશના ગુનાખોરીના દર (Crime Rate) અંગે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB),દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા “ક્રાઈમ ઇન ઇન્ડિયા” પુસ્તકના આધારે વર્ષ 2024 દરમ્યાન ગુજરાત રાજ્ય તેમજ ભારતના અન્ય રાજ્યોના ગુનાહિત આંકડાઓનું તુલનાત્મક વિશ્લેષણ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્તાવાર આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત સુદ્રઢ અને સુરક્ષિત છે.

આખા દેશનો ગુનાખોરી દર (Crime Rate) ગુજરાત કરતાં ઊંચો

વર્ષ 2024માં સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ 252.3 છે, જેની સરખામણીએ ગુજરાતનો ક્રાઈમ રેટ (Crime Rate) માત્ર 227.7 છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 12મા ક્રમે આવે છે. ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવાથી ગુજરાત પોલીસ દ્વારા ગુના નિવારણના ભાગરૂપે પ્રોહિબિશન એક્ટ હેઠળ ખૂબ જ કડક હાથે કામગીરી કરવામાં આવે છે.

Crime Rate ગુજરાતમાં દેશ કરતાં ઘણો નીચો
Crime Rate ગુજરાતમાં દેશ કરતાં ઘણો નીચો

રાજ્યમાં દારૂ ગાળવા, વેચવા, હેરફેર કરવા કે પીવા સંબંધિત ગુનાઓમાં પોલીસ દ્વારા સ્વતઃ સંજ્ઞાન લઈને દર વર્ષે લાખોની સંખ્યામાં કેસો દાખલ કરવામાં આવે છે. NCRBના ડેટામાં જ્યારે કુલ ગુનાઓની ગણતરી થાય છે, ત્યારે આ પ્રોહિબિશન (દારૂબંધી) હેઠળ નોંધાયેલા સ્પેશિયલ એન્ડ લોકલ લોઝના કેસો પણ તેમાં ઉમેરાય છે. ગુજરાત પોલીસની આ સક્રિય અને કડક ડ્રાઇવના કારણે ગુના નોંધણીની સંખ્યા ઊંચી દેખાય છે, જે વાસ્તવમાં રાજ્યની સલામતી અને પોલીસની સજાગતા દર્શાવે છે. જો આ દારૂબંધીના કેસોને અલગ રાખવામાં આવે, તો ગુજરાતનો વાસ્તવિક પરંપરાગત આઈ.પી.સી./બી.એન.એસ. ગુનાઓનો રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે નીચો છે.

મહિલાઓ વિરૂદ્ધના ગુના (Crimes Against Women)

મહિલા સુરક્ષા બાબતે ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે છે. રાષ્ટ્રીય સ્તરે મહિલાઓ વિરૂદ્ધના ગુનાનો દર 64.6 છે, જ્યારે ગુજરાતમાં આ દર માત્ર 22.0 છે. આ કેટેગરીમાં ગુજરાત દેશમાં 33મા સ્થાને (ખૂબ નીચો ગુનાખોરી દર) છે.

Crime Rate ગુજરાતમાં દેશ કરતાં ઘણો નીચો
Crime Rate ગુજરાતમાં દેશ કરતાં ઘણો નીચો

બાળકો વિરૂદ્ધના ગુના (Crimes Against Children)

બાળકો વિરૂદ્ધ થતા ગુનાઓમાં રાષ્ટ્રીય સરેરાશ 42.3 સામે ગુજરાતનો ક્રાઈમ રેટ 25.8 છે અને ગુજરાત દેશમાં 29મા ક્રમે છે.

હિંસાત્મક ગુનાઓ (Violent Crimes)

ખૂન, ખૂનની કોશિશ, બળાત્કાર, અપહરણ, લૂંટ અને ધાડ જેવા ગંભીર હિંસાત્મક ગુનાઓમાં રાષ્ટ્રીય સરેરાશ 52.9 ની સામે ગુજરાતનો ક્રાઈમ રેટ માત્ર 16.5 નોંધાયો છે, જેમાં ગુજરાત 31મા સ્થાને છે.

શરીર વિરૂદ્ધના ગુના (Crimes affecting Human Body)

રાષ્ટ્રીય ક્રાઈમ રેટ 62.1 ની સરખામણીએ ગુજરાતમાં આ દર ઘણો ઓછો એટલે કે 24.7 છે. જે અંતર્ગત ગુજરાત 31મા ક્રમે છે.

મિલકત વિરૂદ્ધના ગુના (Crimes Against Property)

ચોરી, ઘરફોડ, લૂંટ અને ધાડ જેવા ગુનાઓમાં દેશનો સરેરાશ રેટ 57.9 છે, જ્યારે ગુજરાતનો રેટ 30.4 છે. ગુજરાત આ કેટેગરીમાં 23મા સ્થાને છે. વર્ષ 2024 દરમ્યાન ગુજરાતમાં અલગ અલગ હેડ મુજબ ક્રાઇમ રેટના આધારે અન્ય રાજ્યો સાથે સરખામણી કરતા ગંભીર ગુનાઓમાં ગુજરાતનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો ઓછો રહ્યો છે.

Crime Rate ગુજરાતમાં દેશ કરતાં ઘણો નીચો
Crime Rate ગુજરાતમાં દેશ કરતાં ઘણો નીચો

ખૂનના ગુના

વર્ષ 2024 માં ખૂનના ગુનાનો રાષ્ટ્રીય સરેરાશ ક્રાઈમ રેટ 1.9 છે, જેની સામે ગુજરાતનો ક્રાઈમ રેટ માત્ર 1.3 છે. આ ગુનાના ક્રાઈમ રેટમાં દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 29મા ક્રમે છે.

બળાત્કારના ગુના

વર્ષ 2024 માં બળાત્કારના ગુનાઓનો ઓલ ઇન્ડિયા ક્રાઈમ રેટ 4.3 છે, જેની સરખામણીએ ગુજરાતમાં આ ક્રાઈમ રેટ ઘણો ઓછો એટલે કે 1.9 જેટલો નોંધાયો છે. 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરખામણીમાં ગુજરાત આ કેટેગરીમાં 29મા ક્રમે છે.

અપહરણ

આ પ્રકારના ગુનાઓનો સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઈમ રેટ 6.8 છે, જેની સામે ગુજરાતમાં આ દર માત્ર 1.7 છે. આ ગુનાના ક્રાઈમ રેટમાં દેશમાં ગુજરાતનું સ્થાન 26મા ક્રમાંકે છે.

ઘરફોડ

વર્ષ 2024 માં ઘરફોડના ગુનાનો ઓલ ઇન્ડિયા ક્રાઈમ રેટ 7.7 છે, જેની સામે ગુજરાતમાં આ દર માત્ર 4.1 રહ્યો છે. કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત આ ગુનાના ક્રાઈમ રેટમાં 27મા સ્થાને છે.


આ પણ વાંચો : ગુનાખોરીના રવાડે ચઢતો યુવાવર્ગ! ગુજરાતની જેલમાં બંધ છે સેંકડો ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા હોલ્ડર

આ પણ વાંચો : ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી

આ પણ વાંચો :  સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC)માં સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો