Gujarat News/ ગુજરાતમાં PNG Gas કનેક્શનમાં મોટો ઉછાળો

પીએનજી (PNG Gas)સુવિધાએ સામાન્ય નાગરિકોના રોજિંદા જીવનને અત્યંત સુગમ અને આર્થિક રીતે ફાયદાકારક બનાવ્યું છે

Gujarat Top Stories
વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે દેશમાં નોંધાયેલા કુલ નવા પીએનજી (PNG Gas) કનેક્શનમાં એકલું ગુજરાત 14.6 ટકાની સર્વોચ્ચ હિસ્સેદારી સાથે મોખરે રહ્યું છે

Gujarat News : વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે દેશમાં નોંધાયેલા કુલ નવા પીએનજી (PNG Gas) કનેક્શનમાં એકલું ગુજરાત 14.6 ટકાની સર્વોચ્ચ હિસ્સેદારી સાથે મોખરે રહ્યું છે. ખાડી દેશોમાં તણાવની સ્થિતિ હોવા છતાં, રાજ્ય સરકારે વહીવટી પ્રક્રિયાઓ સરળ બનાવીને માત્ર બે મહિનામાં 70 થી 80 હજાર પરિવારો સુધી પાઇપ્ડ નેચરલ ગેસ (PNG Gas)પહોંચાડ્યો છે. ગેસ સિલિન્ડરનું બુકિંગ, ડિલિવરીની રાહ અને અચાનક ગેસ પૂરો થઈ જવાની ચિંતાઓનો હવે કાયમી અંત આવ્યો છે. તો ચાલો જાણીએ, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વિસ્તરી રહેલી આ ઊર્જા ક્રાંતિ વિશે…

આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ અને પડકારો હોવા છતાં, ગુજરાતના ગામડાંઓ તથા શહેરોમાં પીએનજી નેટવર્ક ઝડપથી ફેલાઈ રહ્યું છે. સુરક્ષિત અને અવિરત પુરવઠાને કારણે લોકોનો ભરોસો વધ્યો છે, જેને લીધે હજારો બંધ પડેલા કનેક્શન પણ ફરી ધમધમતા થયા છે.

અગાઉ ગૃહિણીઓને સિલિન્ડર લાવવા-લઇ જવાની તેમજ ઘરમાં કોઈ સભ્ય હાજર ન હોય ત્યારે ભારે અગવડ પડતી હતી, જેમાંથી હવે મુક્તિ મળી છે. પાઇપલાઇન નાખવાના કામમાં પહેલાં રસ્તા કે નહેર ઓળંગવાની વહીવટી મંજૂરીઓ નડતરરૂપ બનતી હતી, પરંતુ સરકારે કલેક્ટરોને સીધી જવાબદારી સોંપીને આ અવરોધો દૂર કર્યા છે.

તંત્રના આ હકારાત્મક અભિગમને કારણે ગ્રાહકો પણ ફિલ્ડ સ્ટાફને પૂરો સહયોગ આપી રહ્યા છે. પરિણામે, ઘરેલું વપરાશ ઉપરાંત 24 હજારથી વધુ કોમર્શિયલ અને 5,898ઔદ્યોગિક એકમો પણ આ સસ્તી અને આધુનિક ઇંધણ વ્યવસ્થા અપનાવી ચૂક્યા છે.

પીએનજી (PNG Gas)સુવિધાએ સામાન્ય નાગરિકોના રોજિંદા જીવનને અત્યંત સુગમ અને આર્થિક રીતે ફાયદાકારક બનાવ્યું છે. આ આધુનિક ગેસ નેટવર્ક હવે ગુજરાતના ખૂણે-ખૂણામાં ઊર્જા સુરક્ષાની એક નવી અને મજબૂત ઓળખ બની રહ્યું છે.


આ પણ વાંચો :  હવે ઘરે બેઠા મેળવો મફત PNG ગેસ કનેક્શન, ₹500 ની ગેસ ફ્રી અને સિક્યોરિટી ફી માફ

આ પણ વાંચો :  PNG ગેસ અને પેટ્રોલિયમ અંગે મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક

આ પણ વાંચો : સરકારનો મહત્વનો નિર્ણય, 300 નવા CNG પંપ સ્થાપશે, રૂપિયા હજારમાં PNG ગેસ જોડાણ આપશે