Donald Trump on Iran Deal: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. માત્ર 3 દિવસના ગાળામાં અમેરિકાએ બીજીવાર ઈરાન(Iran) પર સૈન્ય હુમલા કર્યા છે. આ વખતે અમેરિકી સેનાએ દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. આ સ્ટેશન પરથી ડ્રોન ઉડાડવાની તૈયારીઓ ચાલી રહી હતી, જેને અમેરિકાની સેનાએ તોડી પાડ્યા હતા.
અમેરિકાની આત્મરક્ષાની દલીલ અને ઈરાનનો વિરોધ
અમેરિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી સંપૂર્ણપણે ‘આત્મરક્ષા’ માટે કરવામાં આવી છે, જેનો હેતુ હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Strait) માંથી પસાર થતા વ્યાપારી જહાજોની સુરક્ષા કરવાનો છે. જોકે, ઈરાન તેને ‘સીઝફાયરનું ઉલ્લંઘન’ ગણાવી રહ્યું છે. આ હુમલાને કારણે શાંતિ વાર્તા પર ફરી સવાલો ઊભા થયા છે.
હુમલાના લક્ષ્યો: અમેરિકાએ ઈરાનની મિસાઈલ લોન્ચ સાઈટ્સ અને ડ્રોન કંટ્રોલ સ્ટેશન્સને નષ્ટ કર્યા છે.
ડ્રોનનો ખાતમો: દરિયાઈ માર્ગ માટે ખતરો બનેલા કુલ 4 આત્મઘાતી ડ્રોન અમેરિકી સેનાએ તોડી પાડ્યા છે.
બંદર અબ્બાસની સ્થિતિ: ઈરાની મીડિયા મુજબ, રાત્રે 1.30 વાગ્યે થયેલા વિસ્ફોટોને કારણે ત્યાંની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરવી પડી હતી.
Iran ના પ્રસ્તાવથી ટ્રમ્પ અસંતુષ્ટ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્થિતિ પર કડક વલણ અપનાવતા કહ્યું છે કે, “તૈયાર કરાયેલા હાલના શાંતિ કરારના ડ્રાફ્ટથી હું સંતુષ્ટ નથી. કાં તો કામ પૂરું કરવું પડશે, અથવા અમે હુમલા ચાલુ રાખીશું.” ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાન(Iran) સંધિ કરવા માટે આતુર છે, પરંતુ જ્યાં સુધી યોગ્ય પરિણામ નહીં મળે ત્યાં સુધી લશ્કરી દબાણ ચાલુ રહેશે.
આ પણ વાંચો: ઈરાન પછી હવે અમેરિકા-સૌદી વચ્ચે તણાવ, ટ્રમ્પની શરત પર ક્રાઉન પ્રિન્સનો મોટો ઝટકો
આ પણ વાંચો: મક્કાના કાબા પર કેમ ઓઢાડવામાં આવે છે કાળું કાપડ? 63 કરોડના કિસ્વા પાછળનું આ છે વિજ્ઞાન
આ પણ વાંચો: ફ્રાન્સમાં બેંક મેનેજરે પ્રેમિકાને બ્લેકમેલ કરી 487 પુરુષો પાસે મોકલી, કોર્ટે આપી 25 વર્ષની જેલ
