Chhotaudaipur News/ છોટા ઉદેપુરમાં વિજય સરઘસ દરમિયાન હથિયારોનું પ્રદર્શન ભારે પડ્યું, સાંસદ જશુ રાઠવા સહિત 3 સામે ગુનો નોંધાયો

છોટાઉદેપુરમાં તાલુકા પંચાયતની જીત બાદ યોજાયેલી ઉજવણી દરમિયાન હથિયારો સાથેનો વીડિયો વાયરલ થતાં ભાજપના સાંસદ જશુ રાઠવા (Jashu Rathwa Case) સહિત ત્રણ સામે પોલીસે ગુનો નોંધ્યો.

Top Stories Gujarat Others Breaking News
Jashu Rathwa Case: સાંસદ જશુ રાઠવા સહિત 3 સામે ફરિયાદ

ChhotaUdaipur News: છોટાઉદેપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ યોજાયેલી વિજય ઉજવણી હવે રાજકીય વિવાદમાં ફેરવાઈ ગઈ છે. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની જીત બાદ ઉજવણી દરમિયાન હથિયારોના પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે ભાજપના સાંસદ જશુ રાઠવા (Jashu Rathwa Case) સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે.

Jashu Rathwa Case:સાંસદ જશુ રાઠવા સામે ફરિયાદ

મળતી માહિતી મુજબ, તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે ભાજપ (BJP)ના ઉમેદવારો વિજયી બન્યા હતા. આ જીતની ખુશીમાં એક વિજય સરઘસ અને ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે ઉજવણી દરમિયાન કેટલાક નેતાઓ જાહેરમાં બંદૂક સાથે જોવા મળ્યા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. વીડિયોમાં ભાજપના સાંસદ જશુ રાઠવા, તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા અને તાલુકા પ્રમુખ રમેશ રાઠવા (Ramesh Rathwa) હથિયારો સાથે દેખાતા હોવાના આક્ષેપો થયા હતા.વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક લોકો અને વિપક્ષ દ્વારા કાયદો અને વ્યવસ્થાના મુદ્દે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલો ચર્ચાનો વિષય બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા હતા.

તપાસ બાદ પોલીસે જાહેરનામા ભંગના ગુનામાં સાંસદ જશુ રાઠવા (Jashu Rathwa Case) તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા અને તાલુકા પ્રમુખ રમેશ રાઠવા સામે ગુનો નોંધ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ ઘટનાએ માત્ર છોટાઉદેપુર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જવાબદાર હોદ્દા પર બેઠેલા નેતાઓ દ્વારા જાહેરમાં હથિયારોના પ્રદર્શનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.


આ પણ વાંચો:છોટાઉદેપુરમાં જીતની ઉજવણી વચ્ચે ભાજપ સાંસદનો બંદૂક સાથે વીડિયો વાયરલ

આ પણ વાંચો:છોટાઉદેપુરમાં ભાજપને મોટો ઝટકો

આ પણ વાંચો:છોટાઉદેપુરના કલેક્ટર સ્તુતિ ચારણ પર પડ્યો ભાજપના સાંસદનો લેટરબોમ્બ