sports news/ આજે વૈભવ vs ગુજરાત ટાઇટન્સ… શું 15 વર્ષનો આ છોકરો આખી ટીમને આપી શકશે માત?

IPL 2026 ના બીજા ક્વોલિફાયરમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જંગ જામશે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીના (Vaibhav Suryavanshi)શાનદાર ફોર્મ અને ગુજરાતની રણનીતિ પર વાંચો સંપૂર્ણ અહેવાલ.

Sports Trending
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi 680 Runs IPL: આઈપીએલ 2026 ના બીજા ક્વોલિફાયરમાં આજે ન્યૂ ચંદીગઢના મેદાન પર રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) સામસામે ટકરાશે. જો કે, આ મેચ કરતાં પણ વધુ ચર્ચા રાજસ્થાનના 15 વર્ષના ‘વન્ડર કિડ’ વૈભવ સૂર્યવંશીની થઈ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં માત્ર 29 બોલમાં 97 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને આખા ક્રિકેટ જગતને ચોંકાવનારા વૈભવ પર આજે દુનિયાની નજર રહેશે. જો આજે પણ આ ‘બેબી બોસ’ નું બેટ ચાલશે, તો રાજસ્થાન રોયલ્સ ત્રીજી વખત આઈપીએલના ફાઇનલમાં પ્રવેશ કરી લેશે.

Vaibhav Suryavanshi

વીડિયો ગેમ જેવા આંકડા અને Vaibhav Suryavanshi ની નીડરતા

વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Suryavanshi ) આ સીઝનમાં મોટા-મોટા બોલરોના ડરને ખતમ કરી દીધો છે. પેટ કમિન્સ જેવા વર્લ્ડ ક્લાસ બોલર સામે સતત 3 સિક્સર મારતી વખતે પણ તેના ચહેરા પર કોઈ દબાણ ન હતું. આ સીઝનમાં વૈભવના આંકડા કોઈ વીડિયો ગેમ જેવા છે, જેમાં તેણે 242.85 ના સ્ટ્રાઇક રેટથી 680 રન બનાવ્યા છે અને 65 સિક્સર ફટકારી છે. તેની બેટિંગમાં વિરેન્દ્ર સેહવાગ જેવી નીડરતા અને એબી ડી વિલિયર્સ જેવી કલ્પના જોવા મળે છે. જો કે, 9 May ના રોજ જયપુરમાં રમાયેલી મેચમાં મોહમ્મદ સિરાજે શોર્ટ બોલ પર વૈભવની વિકેટ લીધી હતી, પણ વૈભવે તેની પહેલી જ બોલ પર સિક્સર ફટકારી હતી.

Vaibhav Suryavanshi

ગુજરાત ટાઇટન્સ માટે ફાઇનલમાં પહોંચવાની તક

બીજી તરફ, ક્વોલિફાયર-1 માં આરસીબી સામે હાર્યા બાદ ગુજરાત ટાઇટન્સ(Vaibhav Suryavanshi) પાસે ફાઇનલમાં પહોંચવાની આ છેલ્લી તક છે. ગુજરાતની બેટિંગનો મુખ્ય આધાર શુભમન ગિલ, સાઇ સુદર્શન અને જોસ બટલરની ત્રિપુટી પર છે. જો આ ટોપ-3 બેટ્સમેન ફ્લોપ રહેશે, તો મોટો સ્કોર બનાવવો મુશ્કેલ બનશે.

ગુજરાતના બોલિંગ આક્રમણની (Vaibhav Suryavanshi ) વાત કરીએ તો નવી બોલ સાથે મોહમ્મદ સિરાજ અને કગિસો રબાડાની જોડી અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે, જેમાં જેસન હોલ્ડર અને પ્રસિદ્ધ ક્રિષ્નાનો સપોર્ટ છે. વળી, રાશિદ ખાનની સ્પિન પણ રાજસ્થાન માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. પરંતુ, આજે હજારો દર્શકો ચંદીગઢની ભીષણ ગરમીમાં એ જોવા માટે ઉત્સુક છે કે ગુજરાતના આ ઘાતક બોલિંગ આક્રમણ સામે 15 વર્ષનો વૈભવ કેવો પલટવાર કરે છે.


આ પણ વાંચો:વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ, ક્રિસ ગેલનો 59 સિક્સરનો મહારેકોર્ડ તોડ્યો

આ પણ વાંચો:IPL 2026માં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 30 રને હરાવી પ્લે ઓફમાં કરી આગેકૂચ

આ પણ વાંચો:ગુજરાત સામે KKR ની જીતથી પ્લેઓફની રેસ થઈ રોમાંચક, મુંબઈ અને લખનઉ સત્તાવાર રીતે આઉટ