Ahmedabad News/ અમદાવાદમાં રિક્ષા ગેંગનો આતંક: મહિલાને ચાલુ રિક્ષામાં ધમકાવી ₹4.10 લાખના દાગીનાની લૂંટ

Ahmedabad Rickshaw Gang: અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ચાલુ રિક્ષામાં મહિલાને ધમકાવી અને લાફો મારી ₹4.10 લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવનાર ગેંગ સામે પોલીસ તપાસ શરૂ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Rickshaw Gang: ચાલુ રિક્ષામાં મહિલાને જાનથી મારી નાખવાની ધમકી

Ahmedabad News: અમદાવાદ શહેરમાં મહિલાઓને નિશાન બનાવતી રિક્ષા ગેંગ (Ahmedabad Rickshaw Gang) ફરી સક્રિય થઈ હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાટકેશ્વર વિસ્તારમાં ચાલુ રિક્ષામાં એક મહિલાને ધમકાવી અને માર મારી આશરે ₹4.10 લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે. ઘટનાને લઈને શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે.

Ahmedabad Rickshaw Gang ફરી સક્રિય

મળતી માહિતી મુજબ, વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય હીનાબહેન દેપાણી પોતાના પિયર કેશોદથી એસ.ટી. બસ મારફતે અમદાવાદ આવ્યા હતા. તેઓ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર ઉતર્યા બાદ પોતાના ઘરે જવા માટે એસ.ટી. ચાર રસ્તા પાસેથી એક પેસેન્જર રિક્ષામાં બેઠા હતા. શરૂઆતમાં રિક્ષામાં ડ્રાઈવર ઉપરાંત એક પેસેન્જર બેઠેલો હતો. જોકે, થોડું અંતર કાપ્યા બાદ રિક્ષાચાલકે રસ્તામાંથી અન્ય બે પુરુષોને પણ રિક્ષા (Ahmedabad Rickshaw Gang)માં બેસાડ્યા હતા. બાદમાં ખુલ્યું કે આ ત્રણેય શખસો એક જ ગેંગના સભ્યો હતા.

રિક્ષા જ્યારે હાટકેશ્વર સ્મશાન રોડ નજીક પહોંચી ત્યારે ગેંગે (Ahmedabad Rickshaw Gang) મહિલાને નિશાન બનાવી ધમકાવવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ મહિલાને શરીર પર પહેરેલા સોનાના દાગીના ઉતારી આપવા માટે દબાણ કર્યું હતું. મહિલાએ વિરોધ કરવાનો પ્રયાસ કરતાં એક શખસે તેમને જોરદાર લાફો મારી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ભયભીત બનેલી મહિલાએ અંતે પોતાના શરીર પરથી આશરે 28 ગ્રામ વજનના સોનાના દાગીના ઉતારીને આરોપીઓને આપી દીધા હતા. લૂંટાયેલા દાગીનામાં સોનાનું ડોકિયું અને ત્રણ સોનાની વીંટીઓનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત આશરે ₹4.10 લાખ હોવાનું જણાવાયું છે.લૂંટ બાદ ચારેય આરોપીઓએ મહિલાને હાટકેશ્વર સ્મશાન નજીક રસ્તા પર ઉતારી દીધી હતી અને રિક્ષા (Ahmedabad Rickshaw Gang) લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ મહિલાએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસે ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળ નજીકના CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને રિક્ષાના નંબરના આધારે આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.શહેરમાં વધી રહેલી આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મહિલાઓને અજાણ્યા પેસેન્જર સાથે શેર રિક્ષામાં મુસાફરી કરતી વખતે ખાસ સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:સુરતમાં રિક્ષાની આડમાં લૂંટની ઘટનાઓ, સાતીર ગેંગ પોલીસના સકંજામાં

આ પણ વાંચો:સુરતમાં ઇન્સ્ટાગ્રામથી પકડાઈ મહારાષ્ટ્રની કુખ્યાત ‘પારધી ગેંગ’: સગીર દીકરીઓ દ્વારા 15 લાખની ચોરી

આ પણ વાંચો:શટલ રિક્ષામાં 39 મુસાફરોને લૂંટયા હતા આ ગેંગે, કટરથી કાપી લેતા હતા દાગીના